Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Video : શિવરાજપુર બીચ ફરવા જાવ તો ધ્યાન રાખજો!, પેરાગ્લાઇડિંગ કરતી વખતે યુવાન 20 ફૂટ ઊંચેથી નીચે પટકાયો

દ્વારકાના શિવરાજપુર બીચનો એક વીડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બીચ રાઈડની મજા મણનાર વ્યક્તિ સાથે અકસ્માત સર્જાયો છે. પેરાશૂટ ઉડાડતા સમયે પેરાશૂટનું દોરડૂ તુટી જતા યુવાન જમીન પર પટકાતો વીડિયોમાં જોઈ શકાય છે. પેરાશૂટ સાથે આકાશમાંથી નીચે પટકાયેલા યુવાનને...
video   શિવરાજપુર બીચ ફરવા જાવ તો ધ્યાન રાખજો   પેરાગ્લાઇડિંગ કરતી વખતે યુવાન 20 ફૂટ ઊંચેથી નીચે પટકાયો

દ્વારકાના શિવરાજપુર બીચનો એક વીડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બીચ રાઈડની મજા મણનાર વ્યક્તિ સાથે અકસ્માત સર્જાયો છે. પેરાશૂટ ઉડાડતા સમયે પેરાશૂટનું દોરડૂ તુટી જતા યુવાન જમીન પર પટકાતો વીડિયોમાં જોઈ શકાય છે. પેરાશૂટ સાથે આકાશમાંથી નીચે પટકાયેલા યુવાનને ગંભીર ઈજા પહોચતા સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

શિવરાજપુર બીચ ખાતે બોટ રાઇડ અને પેરાગ્લાઈડિંગ, સ્કુબા ડાઇવિંગનો વેપાર ગેરકાનૂની રીતે વધ્યો છે એવા સમયે તંત્રના આંખ આડા કાન કરી રહ્યું છે. હજારો યાત્રિકો બોટ રાઇડ અનેપેરાગ્લાઈડિંગ, સ્કુબા ડાઇવિંગનો જોખમી રીતે આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા. મોટા ભાગની બીચ સ્પોર્ટસ એક્ટિવિટી દરમિયાન સેફ્ટી જેકેટ પણ પેહરવતા નથી.

Advertisement

નોંધનીય છે કે, ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવેલુ છે. ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. જેમાંથી બે બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

આ પણ વાંચો : Watch : ફિક્કી પડશે ઉંધિયાની રંગત, શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં ઉછાળો

Advertisement

Tags :
Advertisement

.