Video : PM મોદી CJI ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં ભાગ લીધો
- PM નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના ઘરે પહોંચ્યા
- PM મોદીએ CJI ડીવાય ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં ભાગ લીધો
- PM એ મહારાષ્ટ્ર સંબંધિત પરંપરાગત પોશાક પહેર્યો
PM નરેન્દ્ર મોદી બુધવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં PM મોદીએ CJI ડીવાય ચંદ્રચુડ અને તેમના પરિવાર સાથે ઘરે આયોજિત ગણેશ પૂજામાં ભાગ લીધો હતો અને આરતી પણ કરી હતી. આ પહેલા PM મોદી CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા ત્યારે ચંદ્રચુડ અને તેમની પત્ની કલ્પના દાસે મોદીનું તેમના ઘરે સ્વાગત કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
શું કહ્યું PM મોદીએ?
PM મોદીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નિવાસસ્થાને પૂજામાં હાજરી આપવાની પણ માહિતી આપી છે. PM મોદીએ કહ્યું કે CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં સામેલ થયા હતા. ભગવાન શ્રી ગણેશ આપણને બધાને સુખ, સમૃદ્ધિ અને અદ્ભુત સ્વાસ્થ્ય આપે.
આ પણ વાંચો : PM Ayushman Card મેળવવા માટે શું કરવું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
PM એ મહારાષ્ટ્ર સંબંધિત પરંપરાગત પોશાક પહેર્યો...
તસવીરમાં PM મોદી અને મુખ્ય ન્યાયાધીશ CJI ચંદ્રચુડ અન્ય કેટલાક લોકો સાથે ભગવાન ગણેશની પૂજા કરતા જોવા મળે છે. આ દરમિયાન PM એ મહારાષ્ટ્ર સંબંધિત પરંપરાગત પોશાક પહેર્યો હતો.
આ પણ વાંચો : હવે સંતાનોના સહારે નહીં રહે વૃદ્ધ, સરકાર દ્વારા કરવામાં આવી સૌથી મોટી જાહેરાત