Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ATS એ કર્યો ISKP સંગઠનનો પર્દાફાશ, જાહેર થયો ચોંકાવનારો વીડિયો

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ ISKP આતંકી અંગે સૌથી મોટો ખુલાસો આતંકવાદીઓનો વીડિયો આવ્યો સામે ATSની તપાસમાં સામે આવ્યો વીડિયો આતંકવાદીઓ મિશન અંગે કરી રહ્યા હતા ચર્ચા આતંકી હુમલાને અંજામ આપવાના હતા  ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર  થોડા સમય પહેલા...
ગુજરાત ats એ કર્યો iskp સંગઠનનો પર્દાફાશ  જાહેર થયો ચોંકાવનારો વીડિયો
Advertisement
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ
  • ISKP આતંકી અંગે સૌથી મોટો ખુલાસો
  • આતંકવાદીઓનો વીડિયો આવ્યો સામે
  • ATSની તપાસમાં સામે આવ્યો વીડિયો
  • આતંકવાદીઓ મિશન અંગે કરી રહ્યા હતા ચર્ચા
  • આતંકી હુમલાને અંજામ આપવાના હતા 
  • ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર 
થોડા સમય પહેલા ગુજરાત ATSની ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લામાં એક સાથે સર્ચ ઓપરેશન (Search operation)  હાથ ધરાવવામાં આવ્યું હતું. ATS દ્વારા પોરબંદર, સુરત અને કચ્છમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ATS દ્વારા કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ શખ્સ આતંકી સંગઠન ( terrorist organization) સાથે જોડાયેલા હતા અને સુરતમાં અનેક લોકો ઉપર નજર પણ રાખી રહ્યાં હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી હતી..
વીડિયો પણ સામે આવ્યો
ATS દ્વારા તપાસમાં ધરપકડના 15 દિવસ પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.આ ચાર આતંકવાદીઓ એક વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયોમાં આતંકવાદીઓ શપથ લઇ રહ્યા છે. આ વીડિયો પાછળ ISISનો ધ્વજ પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયો બનાવ્યા બાદ આ આતંકવાદીઓએ તે ઝંડાને શ્રીનગરમાં જમીનમાં દાટી દીધો હતો, જેને ATS દ્વારા રિકવર પણ કરવામાં આવ્યો હતો.
terrist
તપાસ પણ NIAને સોંપવામાં આવી હતી
જુન મહિનામાં 9 અને 10 તારીખના રોજ રાજ્યમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતું. અને ATS દ્વારા ધરપકડ બાદ આ તપાસ પણ NIAને સોંપવામાં આવી હતી. આ તપાસમાં અત્યાર સુધી ગુજરાત, જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ગેજેટમાંથી વીડિયો પણ મળી આવ્યો
આ 4 આતંકવાદીઓની ધરપકડ સમયે તેમની પાસેથી જે ઇલેક્ટ્રિક ગેજેટ જપ્ત કરવામાં આવ્યા હતા તેમાંથી અનેક પુરાવા સામે આવ્યા હતા. અને તે જ  ગેજેટમાંથી આ જ વીડિયો પણ મળી આવ્યો છે. હાલ તો આ કેસની તપાસ NIA દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ કેસમાં અનેક નવા પુરાવા પણ હાથમાં આવી શકે છે. આ વીડિયોમાં દેખાતા 4 આતંકવાદીઓ હનાન, હાજીમ, જુબૈર અને ઉબૈદ હતા અને સાથે સુમેરાબાનું પણ આ તમામની સાથે જોડાયેલી હતી. આ વીડિયોમાં આ આતંકવાદીઓ ભારતમાં હુમલા અંગે શપથ પણ લઇ રહ્યા હતા.
હુમલાની તમામ તૈયારીઓ પણ થઈ ચુકી હતી
આ તમામ આતંકીઓએ ગુજરાતમાં જે કાવતરું રચ્યું હતું તે બાદ તેઓ દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન જવાના હતા. જો કે તે પહેલા જ ગુજરાત ATSએ તમામની ધરપકડ કરી હતી. સુમેરા બાનુ ગુજરાતમાં માનવ બોંમ અથવા તો અન્ય કોઈ પણ રીતે હુમલો કરવા માટે પણ તૈયાર હતી. હુમલાની તમામ તૈયારીઓ પણ થઈ ચુકી હતી. ISIS અને ISKPનું કટ્ટરવાદ ફેલાવવાનું ષડયંત્ર સામે આવી ચૂક્યું છે.
Tags :
Advertisement

.

×