Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : અધિકારીઓ, આ રોડ પર સાચવીને નીકળજો, નહીંતર...! : જશપાલસિંહ

Vadodara પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારની ગર્ભિત ધમકી! ખરાબ રસ્તાઓને લઈને જશપાલસિંહે કર્યો આડકતરો ઈશારો અધિકારીઓ, આ રોડ પર સાચવીને નીકળજોઃ જશપાલસિંહ લોકો ત્યાં સુધી કંટાળેલા છે કે હુમલો પણ કરી શકે છેઃ જશપાલસિંહ રાજ્યમાં ખરાબ રોડ-રસ્તા એક મોટી સમસ્યા...
vadodara   અધિકારીઓ  આ રોડ પર સાચવીને નીકળજો  નહીંતર       જશપાલસિંહ
  1. Vadodara પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારની ગર્ભિત ધમકી!
  2. ખરાબ રસ્તાઓને લઈને જશપાલસિંહે કર્યો આડકતરો ઈશારો
  3. અધિકારીઓ, આ રોડ પર સાચવીને નીકળજોઃ જશપાલસિંહ
  4. લોકો ત્યાં સુધી કંટાળેલા છે કે હુમલો પણ કરી શકે છેઃ જશપાલસિંહ

રાજ્યમાં ખરાબ રોડ-રસ્તા એક મોટી સમસ્યા છે. હાઈકોર્ટે (Gujarat High Court) પણ આ મામલે અનેકવાર સરકારની ઝાટકણી કાઢી છે. ત્યારે વડોદરામાં (Vadodara) પૂર્વ ધારાસભ્યનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અધિકારીઓને તીખા બોલ બોલી ગર્ભિત ચીમકી આપતા હોય તેવું જણાઈ રહ્યું છે. જશપાલસિંહ વીડિયોમાં કહે છે કે, અધિકારીઓ આ રોડ પર સાચવીને નીકળજો. લોકો ત્યાં સુધી કંટાળેલા છે કે હુમલો પણ કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : કપડાંનાં ગોડાઉનમાં વહેલી સવારે લાગી ભીષણ આગ, ફાયરની 9 ગાડીઓ પહોંચી

લોકો ત્યાં સુધી કંટાળેલા છે કે હુમલો પણ કરી શકે છે : પૂર્વ ધારાસભ્ય

વડોદરામાં (Vadodara) કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારનો (Jashpal Singh Padhiar) વિવાદિત નિવેદન સાથેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અધિકારીઓને આડકતરી રીતે ધમકાવતા હોય તેવું જણાઈ રહ્યું છે. જશપાલસિંહ પઢિયાર વાઇરલ વીડિયોમાં કહેતા સંભળાય છે કે, અધિકારીઓ, આ રોડ પર સાચવીને નીકળજો. અમને જે રીતે રજૂઆતો મળી છે તે ખૂબ ચિંતાજનક છે. ખરાબ રસ્તાઓને લઈને જનતામાં ખૂબ આક્રોશ છે. જશપાલસિંહ આગળ કહે છે કે, લોકો ત્યાં સુધી કંટાળેલા છે કે હુમલો પણ કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : કેબિનેટની બેઠક યોજાઈ, નવરાત્રિ, સોમનાથ અને અસામાજિક તત્વો અંગે હર્ષ સંઘવીએ કહી આ વાત

Advertisement

'રસ્તાનાં ખાડા ન પુરાય ત્યાં સુધી બહાર ન નીકળતા'

આ વાઈરલ વીડિયોમાં (Viral Video) પૂર્વ ધારાસભ્ય અધિકારીઓને ગર્ભિત ધમકી આપતા કહે છે કે, રોષે ભરાયેલા લોકો શારીરિક ઈજા પણ પહોંચાડી શકે છે. રસ્તાનાં ખાડા ન પુરાય ત્યાં સુધી બહાર ન નીકળતા. આ વીડિયો સામે આવતા લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે કે જશપાલસિંહ પઢિયારે આડકતરી રીતે અધિકારીઓને મારવાની ધમકી આપી છે. જો કે, આ મામલે આગળ શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - Narmada Dam : સીઝનમાં પ્રથમ વખત 100 ટકા ભરાયો, 42 કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયાં

Tags :
Advertisement

.