Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Morbi : જયસુખ પટેલને અન્ય કોઇ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવા માગ

Morbi : મોરબી ( Morbi) ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોએ CMને પત્ર લખીને મોરબી જેલ તંત્ર પર સવાલો ઉઠાવતાં ચકચાર મચી ગઇ છે. Morbi ના પીડિતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબી ઝુલતા બ્રિજ કાંડના આરોપી જયસુખ પટેલને અન્ય કોઇ જિલ્લાની જેલમાં...
01:35 PM Feb 09, 2024 IST | Vipul Pandya
Morbi tragedy_jayasukh_patel

Morbi : મોરબી ( Morbi) ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોએ CMને પત્ર લખીને મોરબી જેલ તંત્ર પર સવાલો ઉઠાવતાં ચકચાર મચી ગઇ છે. Morbi ના પીડિતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબી ઝુલતા બ્રિજ કાંડના આરોપી જયસુખ પટેલને અન્ય કોઇ જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની માગ કરી છે.

અન્ય કોઇ જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવા આ માગ કરી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોએ CMને પત્ર લખ્યો છે. પીડિતોએ પત્ર લખીને મોરબી જેલ તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. પીડિતોએ
આરોપી જયસુખ પટેલને અન્ય કોઇ જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવા આ માગ કરી છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જયસુખ પટેલ રાજકીય વગ ધરાવે છે.

જયસુખ પટેલને VIP ગાડીમાં બહાર લાવવા લઇ જવાની સુવિધા

પત્રમાં જયસુખ પટેલને VIP ગાડીમાં બહાર લાવવા લઇ જવાની સુવિધા પૂરી પાડતાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. પીડિત પરિવારોએ પત્રમાં લખ્યું છે કે મોરબી જેલના CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવે. પીડિતોએ આરોપ લગાવ્યો કે સ્થાનિક અધિકારી અને જેલ તંત્રના અધિકારી પરોક્ષ રીતે જયસુખ પટેલને સુવિધા પૂરી પાડે છે.

છેલ્લા ત્રણ માસના સીસી ટીવી પણ ચેક કરવામાં આવે

પીડિતોએ આ પત્રમાં મુખ્યમંત્રી તથા ડીજીપી વિકાસ સહાય અને જેલ આઇજી કે.એલ.એન.રાવને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે 30-10-22ના રોજ 135 જેટલા લોકોનો મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો. અમે અમારા નિર્દોષ બાળકો, યુવાનો અને સ્વજનો ગુમાવ્યા છે.આ કેસનો મુખ્ય આરોપી ઓરેવા ગૃપનો એમડી જયસુખ પટેલ હાલ મોરબીની સબ જેલમાં છે. આરોપીને મોરબી સેશન્સ કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન ઘણી વાર ખાનગી વાહનોમાં લઇ અવાય છે તેવું અમારા ધ્યાને આવ્યું છે. મોરબી સબ જેલમાં તેને નિયમો વિરુદ્ધ વધારાની વીઆઇપી સવલતો મળે છે . પીડિતોએ શંકા વ્યક્ત કરી છે કે આરોપી જયસુખ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી બહાર ગમે ત્યારે આવી જઇ શકે તેવી સુવિધા અપાઇ છે જેથી જેલના છેલ્લા ત્રણ માસના સીસી ટીવી પણ ચેક કરવામાં આવે.

આ પણ વાંચો---ASSEMBLY : નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર,ગૃહમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડઘો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bhupendra PatelGujaratGujarat PoliceGujaratFirstJaysukh PatelmorbiMorbi Jhulta Bridge tragedyMORBI SUBJAILMorbi tragedy
Next Article