ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat માં આજે અત્યંત ભારે વરસાદની આગાહી..

Heavy Rain Forecast : રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી (Heavy Rain Forecast) કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી...
02:59 PM Jul 13, 2024 IST | Vipul Pandya
Very heavy rain forecast

Heavy Rain Forecast : રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી (Heavy Rain Forecast) કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉ.ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લા માટે રેડ એલર્ટ

રાજ્યમાં આજે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને નવસારી, વલસાડ, ડાંગ, ભરુચ, સુરત, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે હોવાની ચેતવણી

દક્ષિણ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે હોવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે. તાપી, સુરત, ભરૂચ, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજકોટ, બોટાદ, જામનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની ચેતવણી

ઉપરાંત અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. આ સાથે ગાંધીનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અરવલ્લી, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદ પડી શકે છે . ઉ.ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે સમગ્ર રાજ્યમાં ચોમાસાનું વાતાવરણ રહી શકે છે. આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો---- Rain in Gujarat : 4 કલાકમાં 47, 2 કલાકમાં 35 તાલુકામાં મેઘમહેર, સિઝનનો માત્ર 26 ટકા જ વરસાદ

આ પણ વાંચો---- Surat: વરસાદી પાણીમાં ફસાઈ સ્કૂલ વાન,જુઓ video

આ પણ વાંચો---- GUJARAT RAIN: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

Tags :
AlertforecastGujaratGujarat Firstheavy rain forecastMONSOON 2024RainWeatherWeather Alert
Next Article