Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad : મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનને નડ્યો ગોઝારો અકસ્માત, મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા

વંદે ભારત ટ્રેન સાથે ફરી સર્જાયો ગોઝારો અકસ્માત વાપી અને વલસાડ વચ્ચે ઊદવાડા રેલવે સ્ટેશન નજીક બની ઘટના વંદે ભારત ટ્રેન સાથે 2 ગાય અથડાઈ જતાં બંનેનાં મોત રેલવે વિભાગે સંપૂર્ણ ચેકિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરી વલસાડથી (Valsad...
valsad   મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનને નડ્યો ગોઝારો અકસ્માત  મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા
  1. વંદે ભારત ટ્રેન સાથે ફરી સર્જાયો ગોઝારો અકસ્માત
  2. વાપી અને વલસાડ વચ્ચે ઊદવાડા રેલવે સ્ટેશન નજીક બની ઘટના
  3. વંદે ભારત ટ્રેન સાથે 2 ગાય અથડાઈ જતાં બંનેનાં મોત
  4. રેલવે વિભાગે સંપૂર્ણ ચેકિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરી

વલસાડથી (Valsad ) એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. વલસાડમાં વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) સાથે ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. માહિતી મુજબ, બે ગાય વંદે ભારત ટ્રેન સાથે અથડાઈ જતાં બંને ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું. સંપૂર્ણ રીતે ચેકિંગ કર્યા બાદ ફરી ટ્રેનને આગળ રવાના કરાઈ હતી. અકસ્માતને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો.

Advertisement

આ પણ વાંચો - Black Magic Bill : કાળા જાદુ બિલ પર ચર્ચા વચ્ચે BJP-કોંગ્રેસનાં નેતાઓની રમૂજી ટીખળથી સૌ ખડખડાટ હસ્યાં

વંદે ભારત ટ્રેન સાથે 2 ગાય અથડાઈ જતાં મોત

વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) સાથે ફરી એકવાર અકસ્માત થયો હોવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ (Valsad) જિલ્લામાં વાપી અને વલસાડ વચ્ચે આવેલા ઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી વંદે ભારત ટ્રેન પસાર થઈ રહી હતી. દરમિયાન, વંદે ભારત ટ્રેન સાથે બે ગાય અથડાઈ હતી. ટ્રેન સાથે અથડાઈ જતાં બંને ગાયોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક રેલવે તંત્ર (Railway Department) દોડતું થયું હતું અને વંદે ભારત ટ્રેનને થોડા સમય માટે રોકવામાં આવી હતી. સંપૂર્ણ રીતે ચેકિંગ કર્યા બાદ ટ્રેનને ફરી આગળ રવાના કરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Black Magic Bill : કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્ત્વનો ભેદ સ્પષ્ટ કરશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Advertisement

વંદે ભારત ટ્રેન સાથે વંદે મેટ્રો ટ્રેન પણ દોડશે

જો કે, આ અકસ્માતને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોનાં જીવ થોડા સમય માટે તાળવે ચોંટ્યા હતા. માહિતી મુજબ, આ વંદે ભારત ટ્રેન મુંબઈથી (Mumbai) અમદાવાદ (Ahmedabad) જઈ રહી હતી ત્યારે ઉદવાડા રેલવે સ્ટેશન નજીક અકસ્માતની આ ઘટના બની હતી. જણાવી દઈએ કે, અમદાવાદ ભારતીય રેલવે (Ahmedabad Indian Railways) તરફથી મુસાફરોને આવનાર થોડા જ દિવસોમાં એક ખાસ સુવિધા પણ મળશે. વંદે ભારત ટ્રેન સાથે વંદે મેટ્રો ટ્રેન (Vande Metro Train) પણ દોડશે. બે જિલ્લા વચ્ચે આ ટ્રેન દોડશે. જો કે, આ બે જિલ્લાઓ કયાં હશે તે ટ્રાયલ રન બાદ નક્કી થશે.

આ પણ વાંચો - Ahmedabad : મોંધીદાટ હોટેલનાં સૂપમાં મચ્છર, મધ્યાહન ભોજનની દાળમાં જીવાત, પિત્ઝામાં માખી, ક્યારે અટકશે બેદરકારીનો ખેલ?

Tags :
Advertisement

.