Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad: વાપી શહેર, GIDC સહિત રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું

વલસાડ જીલ્લા પોલીસ દ્વારા વાપી શહેર તેમજ જીઆઈડીસી સહિતનાં વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી.
valsad  વાપી શહેર  gidc સહિત રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું
Advertisement
  • પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ સરકાર એક્શનમાં
  • ગૃહ વિભાગના આદેશ બાદ વલસાડ જિલ્લા પોલીસ એક્શનમાં
  • વાપી શહેર, GIDC સહિત રેલવે સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ
  • પોલીસે અંદાજે 400 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશીની કરી અટકાયત

જમ્મુ કાશ્મીરના પહલગામ (jammu kashmir pahalgav) માં આતંકી હુમલા (terrarist attack)ની ઘટના બાદ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે છેલ્લા ઘણા સમયથી રહેતા બાંગ્લાદેશી (bangaladeshi)ઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે અનુસંધાને વલસાડ જીલ્લા પોલીસ (valsad District police) દ્વારા વાપી શહેર તેમજ જીઆઈડીસી સહિતનાં વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

આશરે 400 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત

ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જીલ્લા પોલીસ (valsad district police) દ્વારા આશરે 400 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશીઓ (Bangladeshi)ની અટકાયત કરી હતી. તેમજ તેઓનાં વાહન અને ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Dahod: પહલગામ આતંકી હુમલાને લઈ બંધનું એલાન, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી નોંધાવ્યો વિરોધ

ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી

આ બાબતે આઈપીએસ અંકિતા મિશ્રા (ankita mishra)એ જણાવ્યું હતું કે, આપણા દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ઓળખ વિધિ હાથ ધરવામાં આવી હતી. તેઓની ઓળખવિધિ કરવામાં આવી હતી. આજે પોલીસ દ્વારા કુલ 300 લોકોની ઓખળવિધિ કરવામાં આવી હતી. તેમજ જે લોકોની ઓળખ વિધિ થઈ શકી નથી અથવા તેઓની વિગતવાર માહિતી મળી નથી અને ગેરકાયદેસરી રીતે રહે છે તેવા બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ONGCમાં કોન્ટ્રાક્ટ પર નોકરી બાબતે ગેરરીતી, બનાવટી લેટર બનાવી કરી છેતરપિંડી

Tags :
Advertisement

.

×