Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad:નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, બે લોકોના મોત,કાર ચાલક ફરાર

વલસાડ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના કાર ચાલકે બે જગ્યાએ બે વ્યક્તિને લીધા અડફેટે અકસ્માતમાં બે યુવકોનાઘટના સ્થળે મોત Valsad: વલસાડ (Valsad )નજીક નંદાવલા ગામે હિટ એન્ડ રન(Hit and run incident)ની ઘટના બની છે જેમાં કાર ચાલક અકસ્માત...
valsad નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના  બે લોકોના મોત કાર ચાલક ફરાર
  • વલસાડ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના
  • કાર ચાલકે બે જગ્યાએ બે વ્યક્તિને લીધા અડફેટે
  • અકસ્માતમાં બે યુવકોનાઘટના સ્થળે મોત

Valsad: વલસાડ (Valsad )નજીક નંદાવલા ગામે હિટ એન્ડ રન(Hit and run incident)ની ઘટના બની છે જેમાં કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે,જેમા બે વ્યકિતના ઘટના સ્થળે મોત થયા છે.વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પીએમ અર્થે મોકલી આપ્યા છે,સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી પણ તપાસ્યા છે અને વધુ તપાસને લઈ આસપાસના ચાર રસ્તાના સીસીટીવી પણ મેળવવામાં આવી રહ્યાં છે.

Advertisement

પોલીસે હાથધરી તપાસ

વલસાડના કુંડી અને નંદાવલા ગામ નજીક ટુ વ્હીલર ચાલક વાહન લઈને જઈ રહ્યાં હતા અને તે દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલ કાર ચાલકે વાહનચાલકને ઉડાવ્યા હતા જેમાં વાહન પર જઈ રહેલા બન્ને વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા છે,વલસાડ રૂરલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ પરિવારના સભ્યોને જાણ કરી છે અને આસપાસના સ્થાનિકોના નિવેદન નોંધ્યા છે.આરોપી કયારે ઝડપાય તેની હવે મૃતકના પરિવારજનો રાહ જોઈ રહ્યાં છે.ત્યારે પોલીસ પણ ઝડપી કાર્યવાહી કરે તે જરૂરી છે.

Advertisement

નેશનલ હાઈવે 48 પર બની ઘટના

વલસાડના નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના બની છે,હિટ એન્ડ રનની ઘટના બનતા બે વ્યકિતનો મોત થયા છે સાથે સાથે આસપાસના લોકોએ 108 એમ્બ્યુલસને પણ બોલાવી પરંતુ સારવાર મળે તે પહેલા બન્નેના મોત નિપજયા હતા.પોલીસે હાલમાં ટ્રાફિક હળવો કર્યો છે અને પંચનામાની કાર્યવાહી પણ હાથધરી છે.

Advertisement

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

Tags :
Advertisement

.