દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે ચાંદીના રૂ. 200 ના સિક્કા બહાર પાડ્યા
- પૂજ્ય આચાર્ય મહારાજે દેશના PM Modi નો આભાર માન્યો
- સ્થાપનાના 200 વર્ષે આ દ્રિશતાબ્દી મહોત્સવનું આયોજન
- વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્મૃતિરૂપ બન્યું
Vadtal Dwishantabdi Mahotsav : તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિયાના વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે બહાર પાડ્યો હતો. જેનું પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીએ આજે રાજકીય મહાનુભાવો અને પૂજ્ય સંતોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય કોઠારી પૂજ્ય સંતવલ્લભ સ્વામીએ રાજીપો વ્યક્ત કરતાં આ ક્ષણને વધાવી હતી. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે.
પૂજ્ય આચાર્ય મહારાજે દેશના PM Modi નો આભાર માન્યો
આ નિમિત્તે પૂજ્ય આચાર્ય મહારાજે દેશના PM Modi નો આભાર માન્યો હતો. કોઠારી સ્વામીએ આ તબક્કે દેશના ફાયનાન્સ મિનિસ્ટર મતી નિર્મલા સીતારામનનો પણ વિશેષ આભાર માન્યો હતો. દ્વિશતાબ્દી મહોત્સવમાં આ સિક્કાના વિમોચન પ્રસંગે ટેલીકોમ ડીસ્પ્યુટસ સેટલમેન્ટ & અપેલેટ ટ્રિબ્યુનલ ના ચેરમેન અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ બી.એન. પટેલ સાહેબ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ધારાસભ્ય ગીતાબા જાડેજા પરિવાર દ્વારા ઐતિહાસિક તુલસી વિવાહનું આયોજન
સ્થાપનાના 200 વર્ષે આ દ્રિશતાબ્દી મહોત્સવનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વડતાલ ધામમાં દ્રિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. અહીં દેશ-વિદેશના હરિભક્તો આવ્યા છે. સ્વામિનારાયણની પરંપરા રહી છે કે, સેવા વગર તેમનું કોઈ કામ આગળ હોતું નથી. આજે લોકો પણ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મેં છેલ્લાં કેટલાક દિવસોમાં ટીવી પર આ સમારોહની તસવીરો જોઈ અને મીડિયા-સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને મારો આનંદ અનેકગણો વધી ગયો છે. વડતાલ ધામની સ્થાપનાના 200 વર્ષે આ દ્રિશતાબ્દી મહોત્સવનું આયોજન એ માત્રે ઈતિહાસની તારીખ નથી.
વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્મૃતિરૂપ બન્યું
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ વડતાલ સંસ્થા જ્યારે 200 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તેની જાણ અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કરી હતી. તેમના વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્મૃતિરૂપ શું થઈ શકે તેની શોધ કરતાં અમારા વડીલો દ્વારા એવો નિર્ણય કર્યો કે, શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો બનાવડાવામાં આવે. જેમાં ઘણાં વિભાગો મદદરૂપ થયા હતા અને જેવી રીતે ચલણ બહાર પડે એવું સેન્ટર ગવર્મેન્ટ દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનીએ છીએ કે, તેમના દ્વારા આ શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો પ્રસિદ્ધ થયો.
આ પણ વાંચો: વડોદરાની રિફાઈનરી કંપનીમાં વધુ એક બ્લાસ્ટ, અન્ય જિલ્લાઓમાંથી ફાયર ટીમ બોલાવી