ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Vadodra:સલમાન ખાનને ધમકી ભર્યા મેસેજ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના વડોદરામાં ધામા, યુવકની કલાકો સુધી કરી પૂછપરછ

અભિનેતા સલમાન ખાનને ધમકી મુદ્દે વડોદરામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વડોદરામાં એક યુવકની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
11:55 PM Apr 14, 2025 IST | Vishal Khamar
featuredImage featuredImage
mumbai crime branch salman khan gujarat first

બોલિવૂડનાં સ્ટાર સલમાન ખાનને આજે ફરી ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અભિનેતાને ધમકી ભર્યો મેલ ગુજરાતનાં વડોદરાનાં વાઘોડિયા ખાતે રહેતા એક શખ્સ દ્વારા કરવામાં આવ્યો હોવાનું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને માલુમ પડતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ખાતે આવી પહોંચી હતી. તેમજ એક યુવકની કલાકો સુધી પૂછરપર કરી હતી.

પૂછપરછ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઇ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ બપોરના સમયે અચાનક વાઘોડીયા ખાતે શખ્સનાં ઘરે આવી પહોંચી હતી. તેમજ યુવકની પુછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમ્યાન પોલીસને માલુમ પડ્યું હતુ કે, યુવક માનસિક રોગી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. જે બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરી પરત મુંબઈ જવા ટીમ રવાના થઈ હતી.

સુરક્ષા વધુ કડક કરવામાં આવી

મુંબઈ પોલીસ હાલ અલર્ટ સ્થિતિમાં છે અને સલમાન ખાનના ઘર તથા આસપાસની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ અભિનેતા સલમાન ખાનને વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેના સાથીદારો તરફથી અનેક વખત ધમકી મળી ચૂકી છે. પોલીસ તપાસમાં જોવાઈ રહ્યું છે કે આ નવા મેસેજ અને અગાઉની ધમકીઓ વચ્ચે કોઈ કડી છે કે નહીં. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલ પણ આ મામલે જોડાઈ ગઈ છે જેથી શખ્સની ઓળખ કરી શકાય. હાલમાં સલમાન ખાનના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં, કોંગ્રેસ ભવન ખાતે મળશે બેઠક

પહેલા ક્યારે ધમકીઓ મળી હતી?

સલમાન ખાનને પહેલાથી જ ફોન નંબરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. જ્યાં આ વખતે આ ધમકી મુંબઈના વર્લીમાં પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર આપવામાં આવી છે. ગયા વર્ષે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, મેસેજમાં અભિનેતા પાસેથી માફી માંગવા અને લોરેન્સ બિશ્નોઈ સાથેના મામલાનું સમાધાન કરવા માટે 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સનો નજીકનો ગણાવ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન ખાન પૈસા નહીં આપે તો તેમની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ થશે.

આ પણ વાંચોઃ Narmada: વિદેશ મંત્રી નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે, પ્રથમ દિવસે વિકાસના કામોની જિલ્લાને ભેટ આપી

સલમાન ખાનની ફિલ્મ

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' ગયા મહિને 30 માર્ચે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પહેલી વાર તેમની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી રહી છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. સલમાનની આગામી ફિલ્મોમાં 'કિક 2', 'બજરંગી ભાઈજાન 2' અને 'દબંગ 4'નો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

Tags :
actor salman khanGujarat FirstGUJARAT FIRST NEWSMumbai Crime BranchMumbai Crime Branch VadodaraThreat to Salman KhanVadodara News