VADODARA : વિશ્વામિત્રી નદીના વહેણ વચ્ચે જોખમી મજા લેવાનો પ્રયાસ
- વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી દરમિયાન યુવકો નદીમાં જોખમી સ્થિતીમાં જણાયા
- સોશિયલ મીડિયા માધ્યમથી આ વીડિયો સપાટી પર આવ્યો
- જીવનો જોખમ જણાતા સુરક્ષાના યોગ્ય પગલાં ભરવા માંગ
VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) મગરોનું રહેઠાણ છે. હાલમાં પૂર નિવારણ માટેના પગલાં અંતર્ગત વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા માધ્યમથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સમા મંગલપાંડે બ્રિજ તરફથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેટલાક બાળકો કંઇક શોધી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ બાળકો વિશ્વામિત્રી નદીમાં જઇને પોતાના જીવને જોખમ ઉભુ કરી રહ્યા છે. કદાચ તેઓ આ વાતથી અજાણ હોઇ શકે. આ ઘટનાનો વીડિયો સામે આવતા લોકો આ પ્રકારની ઘટના રોકવા માટે જરૂરી બંદોબસ્ત મુકવાનમી માંગ કરી રહ્યા છે.
વિશ્વામિત્રી નદીમાં ચોંકાવનારા જોખમી દ્રશ્યો સામે આવ્યા
વડોદરાની મધ્યમાંથી પસાર થતી નદી પર વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. દરમિયાન આજે મંગલપાંડે બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચોંકાવનારા જોખમી દ્રશ્યો સામે આવ્યા છે. આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો સપાટી પર આવ્યો છે. જેમાં મગરોની વસ્તી નજીક યુવકો વિશ્વામિત્રી નદીના વહેણમાં કંઇક શોધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકો નજીકમાં જ મગરની હાજરીથી અજાણ હોઇ શકે તેવો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. નહીંતર તેઓ આટલી બિંદાસ્ત રીતે નદીના વહેણાં ગયા ના હોત.
મગરની હાજરીના બોર્ડ વધુ નજીકના અંતરે મારવાનું સૂચન
બીજી તરફ પાલિકા દ્વારા ચાલતી કામગીરી અંતર્ગત નદી કિનારે સ્ટાફ મુકવામાં આવ્યો છે. તે હાલ વીડિયોમાં જણાતો નથી. આ વીડિયો સામે આવ્યા બાદ પાણીમાં આ પ્રકારે સરળ પ્રવેશને અટકાવવા માટે તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત મુકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ મગરની હાજરીના બોર્ડ વધુ નજીકના અંતરે મારવા માટે જણાવી રહ્યા છે. જેથી લોકોને ભયસ્થાનો વિશે સરળતાથી જાણ કરી શકાય, સાથે જ કોઇ આકસ્મિક ઘટનાને અટકાવી શકાય.
આ પણ વાંચો --- VADODARA : એકતાનગર બાદ નવાયાર્ડમાં મોટું ઓપરેશન, 200 શકમંદોની અટકાયત