VADODARA : પાણીની લાઇનમાંથી લાકડાના ટુડકા, બોટલો અને કપચી મળી આવી
VADODARA : વડોદરામાં ઉનાળો શરૂ થતા જ વિવિધ વિસ્તારોમાં પાણીની બુમો ઉઠવા પામી છે. પાણીની વ્યાપક ફરિયાદો ઉઠતા પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પાણીની લાઇનના પ્રેશરનો અવરોધ શોધવા જતા લાઇનમાંથી લાકડાના ટુકડા, બોટલો અને કપચીનો જથ્થો મળી આવ્યો હતો. જેને પાલિકાની ટીમ દ્વારા દુર કરવામાં આવ્યો હતો. લાઇનની સફાઇ કરતા કેટલાક ઘરોમાં ફુલ ફોર્સમાં પાણી આવ્યું હતું. તે પૈકી કેટલાક ઘરોમાં જુના નળ તુટી ગયા હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું છે. (WOOD, BOTTLE AND OTHER ITEMS FOUND IN WATER LINE - VADODARA)
પાણીના ઓછા પ્રેશરનો પ્રશ્ન ઉકેલાઇ ગયો
વડોદરામાં ઉનાળામાં પાણીની બુમો ઉઠી રહી છે, ક્યાંક પાણી દુષિત આવે છે, તો ક્યાંક પાણી આવતું નથી, તો ક્યાંક પાણીના પ્રેશરનો પ્રશ્ન છે. જે તમામ અંગે વ્યાપક ફરિયાદો પાલિકા સુધી પહોંચતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી. તાજેતરમાં ખોડિયારનગર પાસે આવેલા સુમેરૂ ડુપ્લેક્ષ પાસેથી પસાર થતી પાણીની લાઇનને કાપવામાં આવી હતી. જે બાદ તેમાંથી લાકડાના મોટા ટુકડા, બોટલ અને માટીનો રગડો નીકળ્યો હતો. જેને જોઇને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. જે બાદ લાઇનની સફાઇ કરતા સ્થાનિકોનો પાણીના ઓછા પ્રેશરનો પ્રશ્ન ઉકેલાઇ ગયો હતો.
સફાઇ કરીને પાણીનું વિતરણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું
બીજી તરફ માંજલપુરમાં વિતેલા 25 વર્ષથી સંપમાં પાણી આવતું હતું. તાજેતરમાં અહિંયા પાણીનું પ્રેશર ઓછું આવતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા તંત્ર દ્વારા પાણીની લાઇનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં માટીનો રગડો અને કપચીનો જથ્થો મળી આવ્યો હતો. જેની સફાઇ કરીને પાણીનું વિતરણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. લાઇન સાફ થતા લોકોના ઘર સુધી ફુલ ફોર્સમાં પાણી પહોંચ્યું હતું. જેને પગલે કેટલાક ઘરોમાં લાગેલા વર્ષો જુના નળ તુટી જવા પામ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : MSU ની લો ફેકલ્ટીમાં છબરડો, 20 મિનિટ બાદ ભૂલ સમજાઇ