Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ પાલિકા એન્જિનિયરને લાફો માર્યાનો આરોપ

VADODARA : મહિલા કોર્પોરેટર ઉદ્ધતાઇ પૂર્વક વાત કરી રહ્યા હતા, મેં કહ્યું, તમે જે અવાજે વાત કરો છો, તે યોગ્ય નથી - કોર્પોરેટર પતિથી પીડિત એન્જિનીયર
vadodara   ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ પાલિકા એન્જિનિયરને લાફો માર્યાનો આરોપ
Advertisement

VADODARA : આજે વડોદરા પાલિકાના એન્જિનિયરને વોર્ડ નં - 5 ના ભાજપના કોર્પોરેટરના પતિએ લાફો મારી દેતા ચકચાર મચી જવા પામી છે. પાણીના ટેન્કર નહીં આવવા બાબતે ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા સિનિયર અધિકારીને તતડાવી રહ્યા હતા. તેમને આમ કરવાથી રોકવા જતા કોર્પોરેટરના પતિ તડુક્યા હતા. અને પાલિકાના એન્જિનિયરને લાફો મારી દીધો હતો. જે બાદ પાલિકાના એન્જિનિયરો એકત્ર થઇને આ મામલે ફરિયાદ નોંધાવવા માટે કારેલીબાગ પોલીસ મથક દોડી આવ્યા છે. અને પાણી પુરવઠાના એન્જિનિયર દ્વારા કામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જેની કામ પર ગંભીર અસર પડે તો નવાઇ નહીં. (BJP FEMALE CORPORATOR PRAFULLABEN JETHWA HUSBAND SLAP VMC ENGINEER - VADODARA)

તમે શાંતિપૂર્વક વાત કરો, તમને તમામ સવાલોના જવાબ મળશે

ભાજપના મહિલા કોર્પોરેટરથી પીડિત પાલિકાના એન્જિનીયર સાગર મિસ્ત્રીએ જણાવ્યું કે, હું પાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવું છું. એએ કક્ષાનો એન્જિનિયર છું. અમિત નગર બ્રિજની બાજુમાં વાલ્વ ચેમ્બર આવેલી છે. પાણી ઓછું આવતું હોવાની ફરિયાદના પગલે અમે વાલ્વ ચેમ્બર ચેક કરવા માટે ગયા હતા. તે સમયે સાહેબને મળવા માટે ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા, તેમના પતિ રાજુ જેઠવા અને કાર્યકર્તાઓ આવ્યા હતા. તેઓ સાહેબ જોડે વાત કરતા હતા. તેઓ ઉદ્ધતાઇપૂર્વક વાત કરતા હતા. જેથી મેં તેમને કહ્યું કે, તમે શાંતિપૂર્વક વાત કરો, તમને તમામ સવાલોના જવાબ મળશે. આટલું કહેતા જ તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને તેમણે મને લાફો મારી દીધો હતો. મિતેષ પટેલ સાહેબનું કામ હતુ, જેથી અમે ત્યાં હતા. મહિલા કોર્પોરેટર ઉદ્ધતાઇ પૂર્વક વાત કરી રહ્યા હતા, મેં તેમને કહ્યું કે તમે જે અવાજે વાત કરો છો, તે યોગ્ય નથી. જેથી તેમના પતિએ મારા પર હાથ ઉગામી દીધો હતો.

Advertisement

ટેન્કર નહીં પહોંચવા માટે અમારી જોડે મગજમારી કરવા લાગ્યા

મિતેષ પટેલે મીડિયાને જણાવ્યું કે, ડે. એન્જિનિયર પૂર્વ ઝોન, પાંચ જેટલા વોર્ડમાં પાણી વિતરણની ફરજ મને સોંપવામાં આવી છે. તેના માટે પૂર્વ ઝોનમાં પાણી ઓછું આવતું હોવાથી અમે તે ચેક કરી રહ્યા હતા. અમિત નગર સર્કલ, ડાઉન-ટાઉન શોરૂમ પાસે અમારી કામગીરી ચાલી રહી છે. ત્યારે અમારી પર કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાનો ફોન આવ્યો હતો. અને મને પુછ્યું કે, તમે ક્યાં છો. જેથી મેં તેમને જગ્યા જણાવી હતી. જેથી તેમણે મને તરત જ સરદાર એસ્ટેટ બોલાવ્યો હતો. જેની સામે મેં ના પાડી હતી. બાદમાં તેઓ ત્યાં આવ્યા હતા. અને તેઓ ટેન્કર નહીં પહોંચવા માટે અમારી જોડે મગજમારી કરવા લાગ્યા હતા. બોલ્યા કે, અમારા ટેન્કરો પહોંચ્યા નથી. થોડીક મુશ્કેલી છે, તેની તપાસ કરીને ટેન્કર પહોંચાડી દઇશું.

Advertisement

અમે પાણીની વ્યવસ્થા માટે 24 કલાક સંકળાયેલા રહીએ છીએ

વધુમાં તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, બાદમાં તેમણે અમારી સામે ખોટા આરોપ મુકવા માંડ્યા, જે અમારાથી સહન થાય તે ન્હતું. જેથી અમારા સાથી એન્જિનિયર દ્વારા તે સાંભળી ન શકાયું, અને તેમણે મહિલા કોર્પોરેટરને રોક્યા હતા. બાદમાં તુ તડાક કરીને વાત કરતા હતા. બાદમાં મહિલાના કોર્પોરેટરના પતિએ મારા સાથી એન્જિનિયરને લાફો મારી દીધો હતો. પાણી પુરવઠાની આવશ્યક સેવા છે. અમે તાપમાં ઉભા રહીને કામ કરાવતા હતા. અમે પાણીની વ્યવસ્થા માટે 24 કલાક સંકળાયેલા રહીએ છીએ. આ રીતે અમારી જોડે થાય તે કોઇ પણ ના ચલાવી લે. અમે કારેલીબાગ પોલીસ મથક આવ્યા છીએ. અને અમે પોલીસ ફરિયાદ કરવાના છે. અમે અમારા ઉચ્ચ અધિકારીને જાણ કરી છે.

મારી મિતેષ જોડે વાત થઇ હતી. તે વચ્ચે પડ્યો

ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાએ મીડિયાને જણાવ્યું કે, મારા વિસ્તારમાં એક અઠવાડીયાથી વધુ સમયથી પાણીની સમસ્યા છે. તે અંગે મેં ઉપલા અધિકારી-પદાધિકારીને જાણ કરી છે, પરંતુ તેનું કોઇ સોલ્યુશન આવતું નથી. વિતેલા બે દિવસથી ટેન્કરના મેસેજ મોકલીએ છીએ. જેથી તેઓ જણાવે છે કે, ટેન્કરનો ઉજારો પૂર્ણ થઇ ગયો છે. ગઇ કાલે રૂદ્રાક્ષ એલિગન્સ પાસે એક કોમ્પ્લેક્ષમાં બે ટેન્કર ગયા. જેથી વિસ્તારના લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે, અમે રજુઆત કરીએ તો તમે આવો જવાબ આપો છો. લોકો અમને પકડે, ટેન્કર અંગે મેં પુછ્યું તો કહ્યું કે, ઉપરથી મેસેજ છે. આજે સવારે મેં તે અંગે સવાલ પુછ્યા. મેં આજે સવારે પુછ્યું કે, કેટલા ટેન્કર મોકલવાના છે. ત્યારે તેણે જણાવ્યું કે, આજે 10 ટેન્કર મોકલવાના છે. મારી મિતેષ પટેલ જોડે વાત ચાલતી હતી, એટલે સાગરે મારા પતિ જોડે ગેરવર્તણુંક કરી હતી. જેથી મેં તેને રહેવા દેવા કહ્યું હતું. મારી મિતેષ જોડે વાત થઇ હતી. તે વચ્ચે પડ્યો. મેં તે અંગે પોલીસમાં પણ જાણ કરી દીધી હતી. તે મને મારવા ગયો, જેથી મારા પતિ વચ્ચે આવી ગયા હતા. મારા પતિને પણ વાગ્યું છે, જે તમે જોઇ શકો છો.

આ પણ વાંચો --- VADODARA : પડતર પ્રશ્નો મુદ્દે મહેસુલી કર્મચારી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન

Tags :
Advertisement

.

×