VADODARA : ચોમાસા પહેલા પાલિકાની કચેરીએ નવા તરાપાનું આગમન
VADODARA : વડોદરામાં ચોમાસા પહેલા પાલિકા તંત્ર (VMC - VADODARA) દ્વારા 200 તરાપા ખરીદવામાં આવ્યા છે. (VMC BUY RAFT) જેને પાલિકાની કચેરીએ મુકવામાં આવ્યા છે. આગામી સમયમાં તેને ઝોન અને વોર્ડ દીઠ વેચવામાં આવશે. એક તરફ પાલિકા તંત્ર દ્વારા શહેરને પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટની (VISHWAMITRI PROJECT - VADODARA) તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, અને બીજી તરફ તેમ છતાં જો પાણી ભરાઇ જવાની શક્યતા જણાય તો તેવા સમયે મદદ માટે નવા તરાપા વસાવી લેવામાં આવ્યા છે. આ તરાપાની ખરીદી ટેન્ડર પ્રક્રિયા વગર જ કરવામાં આવી હોવાનો વિવાદ સામે આવી રહ્યો છે.
પ્રોજેક્ટથી જળાશયોની ક્ષમતા 40 ટકા જેટલી વધશે તેવો અંદાજ
વડોદરામાં વર્ષ 2024 માં ભયાનક પૂર આવ્યું હતું. જેમાં હજારો કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું. આગામી સમયમાં પૂર ના આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વિશ્વામિત્રી નદી, નજીકના મહત્વના સરોવર તથા જળાશયોને ઉંડા કરવામાં આવી રહ્યા છે. અને તેમની સંગ્રહ ક્ષમતાને વધારવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટથી જળાશયોની ક્ષમતા 40 ટકા જેટલી વધશે તેવો અંદાજ છે. બીજી તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટ બાદ પણ શહેરમાં પાણી ભરાઇ જવાની શક્યતાઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા 200 તરાપા ખરીદવામાં આવ્યા છે. આ તરાપા પાછળ અંદાજીત રૂ. 23 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
તરાપાને જે તે વોર્ડ અથવા ઝોન કચેરી ખાતે લાવીને મુકવામાં આવ્યા
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકાના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચારેય ઝોન માટે 50 - 50 નંગ તરાપા ખરીદવાનું સૂચન કર્યું હતું. જેને અનુસરીને પાલિકા દ્વારા 200 તરાપાની ખરીદી કરવામાં આવી છે. આ તરાપાને જે તે વોર્ડ અથવા ઝોન કચેરી ખાતે લાવીને મુકવામાં આવ્યા છે. આ તરાપાની ખરીદી માટે કોઇ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવી હોવાનું સામે આવતા વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો --- VADODARA : રિસ્ટોરેશનની વાટ જોતો ઐતિહાસીક તાંબેકર વાડો