VADODARA : કરે કોઇ ભરે કોઇ, ભીષણ આગમાં વેપારીને મોટું નુકશાન
VADODARA : આકાશમાંથી સૂર્યનારાયણ દેવ અગનગોળા વરસાવી રહ્યા છે. જયારે બીજી તરફ આગની ઘટનાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. તેવામાં બુધવારે બપોરના સમયે માંજલપુર સ્પંદન સર્કલ નજીક ખાનગી કંપની દ્વારા ચાલતી કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં લીકેજ થવાને કારણે આગ ભભુકી ઉઠી હતી. આગને કાબુમાં લેવા માટે ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. અને ત્રણ દુકાનમાં ફેલાયેલી આગ ઉપર સતત કલાક-દોઢ કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગને કારણ ત્રણ કરતા વધુ વ્યકિત દાઝી ગયા હતા. જે પૈકી એકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. (SHOPS UNDER MASSIVE FIRE AFTER GAS LEAK DURING CONSTRUCTION - VADODARA)
ગેસ લીકેજ થવાને કારણે આઇસ્ક્રીમ પાર્લરમાં આગ ભભૂકી ઉઠી
માંજલપુર વિસ્તારમાં બપોરના સમયે બનેલી આ ઘટના અંગે મળતી જાણકારી અનુસાર, ખાનગી કંપની દ્વારા ખોદકામની કામગીરી ચાલતી હતી. ત્યારે ગેસ લીકેજ થવાને કારણે આઇસ્ક્રીમ પાર્લરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જવાળાઓએ નજીકની બે દુકાનને પણ લપેટમાં લીધી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની જીઆઇડીસી, દાંડિયાબજાર, પાણીગેટ સહિત ચાર ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે ધસી ગઇ હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતું.
જીઆઇડીસી, પાણીગેટ, દાંડીયાબજાર સહિત ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ધસી ગયો
જો કે લાશ્કરોએ આગને કાબુમાં લેવા માટે ચારે તરફથી પાણીનો મારો ચલાવી કલાક-દોઢ કલાકની જહેમતમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. ઘટના સ્થળે ધસી ગયેલા ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું કે, ગેસ લાઇનના લીકેજના કારણે આગ લાગી હોવાનો કોલ મળતા મકરપુરા જીઆઇડીસી, પાણીગેટ, દાંડીયાબજાર સહિત ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આ દુર્ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. માંજલપુર સ્પંદન નજીક રહેતા સચિન હરિઓમ યાદવ (30) આગને કારણે દાઝી જતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે અન્ય બેને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો --- Gujarati Top News : આજે 10 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?