ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VADODARA : તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપીથી મામલો ગરમાયો

VADODARA : સ્થાનિકો દ્વારા કામગીરી અટકાવવામાં આવતા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનક પરમાર સ્થળ પર દોડી ગયા હતા
08:24 AM Apr 09, 2025 IST | PARTH PANDYA
VADODARA : સ્થાનિકો દ્વારા કામગીરી અટકાવવામાં આવતા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનક પરમાર સ્થળ પર દોડી ગયા હતા
featuredImage featuredImage

VADODARA : વડોદરા તાલુકા પંચાયત દ્વારા પોર ગામે ગટર, પાણીની લાઇન તથા પેવર બ્લોક નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારના પતિ રોકન પરમાર અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. જેને પગલે રાજકીય ગરમાવો આવ્યો છે. જો કે, આ મામલે સ્થાનિકો જોડે સમાધાન થઇ ગયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ડેવલોપમેન્ટની કામગીરીનો વિરોધ કરનારા સ્થાનિકો જોડે રોનક પરમારની બોલાચાલી અને ત્યાર બાદ ઝપાઝપી થઇ હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. (LOCAL PEOPLE MISBEHAVE WITH HUSBAND OF TALUKA PANCHAYAT PRAMUKH - VADODARA)

સમયજતા આ વિવાદ વધતો જતો હતો

વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારના ફળિયામાં ડ્રેનેજ, પાણીની લાઇન તથા પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઓટલા મામલે સ્થાનિકો વિરોધમાં આવ્યા હતા. સમયજતા આ વિવાદ વધતો જતો હતો. આ વચ્ચે શ્રમિકો દ્વારા પેવર બ્લોક નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવતા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનક પરમાર સ્થળ પર દોડી ગયા હતા. અને મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.

કપડાં ખેંચી કાઢવામાં આવ્યા હોવાના દ્રશ્યો સર્જાયા

જો કે, આ તકે સ્થાનિકો તથા રોનક અને અંકિતા પરમાર જોડે બોલાચાલી થઇ હતી. સામસામો બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. અંતે સ્થાનિકો અને રોનક પરમાર વચ્ચે ઝપાઝપી થઇ હતી. એકબીજાના કપડાં ખેંચી કાઢવામાં આવ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. આખરે મામલો વરણામાં પોલીસ પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો. આ મામલે અંતે બંને વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ જે કામને લઇને વિવાદ સર્જાયો હતો, તેને પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. આ સમગ્ર મામલો વાયરલ વીડિયો મારફતે સપાટી પર આવ્યો હતો.

આ પણ વાંચો --- VADODARA : ડુંગળીની ગુણો હટાવતા જ દારૂની પેટીઓ મળી આવી

Tags :
byfaceGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewslocalmisbehavepanchayatporpramukhresidenttalukaVadodara