Vadodara IOCL Refinery Blast : આખી રાતની જહેમત બાદ વહેલી સવારે આગ કાબૂમાં આવી, દુર્ઘટનામાં બેનાં મોત
- વડોદરા IOCL રિફાઇનરીમાં ભયંકર બ્લાસ્ટની ઘટનામાં બેનાં મોત (Vadodara IOCL Refinery Blast)
- ગઇકાલે એક બાદ એક બે પ્રચંડ બ્લાસ્ટ થયા હતા
- આખી રાત પાણી અને ફોમનો મારો ચલાવી કાબૂ મેળવાયો
Vadodara IOCL Refinery Blast : વડોદરાનાં (Vadodara) કોયલી ગામ ખાતે આવેલી IOCL રિફાઇનરીમાં ગઈકાલે એક બાદ એક ભયંકર બ્લાસ્ટની ઘટનાઓ બની હતી. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત નીપજ્યા હતા અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે ફાયર વિભાગ (Fire Department) દ્વારા મેજર કોલ જાહેર કરી જિલ્લા-શહેરમાંથી ફાયરની અલગ-અલગ ટીમો બોલાવાઈ હતી. આખી રાત પાણીનો મારો ચલાવ્યા બાદ આજે વહેલી સવારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ કાબૂમાં આવી જતાં રિફાઇનરીનાં અધિકારીઓ, ફાયર જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો - VADODARA : કોયલી સ્થિત ખાનગી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 કિમી ધ્રુજારી અનુભવાઇ
Another blast at IOCL refinery in Vadodara, ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર#Gujarat #Vadodara #IOCLRefinery #FIRE #BigBreaking #GujaratFirst pic.twitter.com/Sa5MreMrTY
— Gujarat First (@GujaratFirst) November 11, 2024
બ્લાસ્ટમાં 2 લોકોનાં મોત, 2 ઇજાગ્રસ્ત થયાં
વડોદરામાં (Vadodara) ગઈકાલે એક ભયાવહ ઘટના બની હતી. કોયલી ગામ નજીક આવેલી IOCL રિફાઇનરી અચાનક એક બાદ એક ભયંકર બ્લાસ્ટ ( Vadodara IOCL Refinery Blast) થયા હતા. આ બ્લાસ્ટનો 5 કિમી દૂર સુધી લોકોએ અનુભવ કર્યો હતો. માહિતી અનુસાર, આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કેટલાક ઘરનાં કાચ પણ તૂટ્યા હતા. આગનાં કારણે દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા દેખાયા હતા. લોકોએ ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ કરતા દોડીને ઘરની બહાર આવી ગયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Amreli : MP Parshottam Rupala નો વધુ એક વીડિયો વાઇરલ, કહ્યું - "આ તો બાઈટિંગ છે..!"
Vadodara ના Koyali માં આવેલ IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ થતાં વિકરાળ આગ ભભૂકી | GujaratFirst #Vadodara #Koyali #IOCLRefinery #MassiveFire #GujaratFirst pic.twitter.com/g0PMHPwTNQ
— Gujarat First (@GujaratFirst) November 11, 2024
આખી રાત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો
પ્રાથમિક અહેવાલ અનુસાર, રિફાઇનરીનાં બેન્ઝીન ટેન્કમાં પ્રચંડ (Vadodara IOCL Refinery Blast) ધડાકો થયો હતો, જેનાં કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ કરાતા વિવિધ ટીમો ત્યાં પહોંચી હતી. ફાયર વિભાગ (Fire Department) દ્વારા મેજર કોલ જાહેર કરી જિલ્લા-શહેરમાંથી ફાયરની અલગ-અલગ ટીમોને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમો દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવીને વહેલી સવારે કાબ પર કાબૂ મળવ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ વિકરાળ આગ કાબૂમાં આવી જતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો - Gondal : ખેડૂતનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 15 તોલા દાગીના, લાખોની રોકડ ચોરી