ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાની રિફાઈનરી કંપનીમાં વધુ એક બ્લાસ્ટ, અન્ય જિલ્લાઓમાંથી ફાયર ટીમ બોલાવી

Vadodara IOCL refinery Blast : હાલમાં ફાયર વિભાગની કામગીરી ચાલી રહી છે
10:59 PM Nov 11, 2024 IST | Aviraj Bagda
Vadodara IOCL refinery Blast

Vadodara IOCL refinery Blast : વડોદરા (VADODARA) પાસે આવેલા કોયલી ગામની ખાનગી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ (KOYLI COMPANY HUGE BLAST) સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, 8 કિમી દુર રહેતા પરિવારોએ પણ તેની ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. જેને પગલે ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા. કોયલીમાં રીફાઇનરી સહિતની અનેક નાની-મોટી કંપનીઓ આવેલી છે. આગ કઇ કંપનીમાં લાગી છે, તે અંગે હાલ તબક્કે કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. જોકે, રાત્રે 8.30 વાગ્યે ફરી રિફાઇનરીમાં વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. સાત કલાક બાદ પણ રિફાઇનરીની આગ કાબૂમાં આવી નથી.

સાત કલાકનો સમય વીત્યો છતાં આગ બેકાબૂ

અમદાવાદ, આણંદ, હાલોલ, અંકલેશ્વર અને વડોદરા ગ્રામ્ય સહિતની ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબુ કરવા મંગાવવામાં આવી છે. આ ઉપરાંત આગની ઘટનામાં ત્રણ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક ઇજાગ્રસ્ત કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો બીજી તરફ આગ કાબૂમાં લેનાર એક ફાયરકર્મી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, આગની ઘટનાને સાત કલાકનો સમય વીત્યો છતાં તંત્ર દ્વારા કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો: PM Modi એ જે શાળામાં શિક્ષણ મેળવ્યું તેની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી

હાલમાં ફાયર વિભાગની કામગીરી ચાલી રહી છે

આ અંગે કંપનીની યાદીમાં જણાવાયું કે, વડોદરામાં આજે ગુજરાત રિફાઈનરીમાં બેન્ઝીન સ્ટોરેજ ટાંકી (1,000 KL ક્ષમતા) માં બપોરે 3:30 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. રિફાઈનરીની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સક્રિયપણે પરિસ્થિતિનો સામનો કરી રહી છે, જેમાં હાલમાં ફાયર વિભાગની કામગીરી ચાલી રહી છે. આગને કાબુમાં લેવા માટે નજીકમાં પાણીના છંટકાવની સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે અને તેને ઓલવવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમારા કર્મચારીઓ અને આસપાસના સમુદાયોની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો: ગાંધીધામમાં અગમ્ય કારણોસર કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી

Tags :
BlastfireGIDCGujaratGujarat FirstGujarat NewsGujarat Trending NewsIOCLMassive fire at IOCL Refinery Company in Koyliplumes of smoke visible far and wideTrendingTrending NewsVadodaraVadodara IOCL refinery BlastViral
Next Article