Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara: શિનોરના દિવેરમાં પતિએ મોતને ઘાટ ઉતારી, છ વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્ન

Vadodara: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામમાં સાળા અને પત્ની સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો‌. જેથી રોષે ભરાયેલા પતિએ પત્નીના માથામાં ધારિયાના બે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી હતી. એટલું જ નહીં પરંતુ ખૂબ...
vadodara  શિનોરના દિવેરમાં પતિએ મોતને ઘાટ ઉતારી  છ વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્ન

Vadodara: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામમાં સાળા અને પત્ની સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો‌. જેથી રોષે ભરાયેલા પતિએ પત્નીના માથામાં ધારિયાના બે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી હતી. એટલું જ નહીં પરંતુ ખૂબ જ આક્રોશની ઘેરાયેલા પતિએ પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘરમાં હાજર તેની દાદીએ પુત્રને બચાવી લીધો હતો. સમગ્ર ઘટના અંગે શિનોર પોલીસે હત્યારા સામે ગુનો નોંધી ઘરપકડ કરી લીધી છે. દંપતીના છ વર્ષ પહેલા જ લવ-મેરેજ થયા હતા.

Advertisement

હાથમાં ધારિયું જોતાં જ પરિવારના સભ્યો ચોંકી ઊઠ્યાં

મળતી વિગતો પ્રમાણે જસ્મિન પત્ની અને બાળકો લઈને પરત પોતાના ગામ દિવેર આવી ગયો હતો. તારીખ 20 મેં સાંજે જસ્મિનની પત્ની સીમા વાડામાં પાણી ભરી રહી હતી. જ્યારે તેની માતા ચંપાબેન અને પૌત્ર હેનિલ શાકભાજી કાપી રહ્યાં હતાં. એ સમયે જસ્મિન ધારિયું લઈને વાડામાં આવ્યો હતો. જસ્મિનના હાથમાં ધારિયું જોઈ પત્ની સીમાં અને તેનાં સાસુ ચંપાબેન ચોંકી ઊઠ્યાં હતાં. જ્યારે વાડામાં પોતાની દાદી સાથે બેઠેલા હેનિલ પિતાના હાથમાં ધારિયુ જોઈ ગભરાઈ ગયો હતો.

છ વર્ષ પહેલા જ તેઓએ લવ મેરેજ કર્યા હતા

જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર અગામના ટેકરાવાળા ફળિયામાં જસ્મિન શંકરભાઈ પાટણવાડિયા પત્ની સીમાબેન, બે બાળક અને માતા ચંપાબેન સાથે રહી છૂટક મજૂરી કામકરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છ વર્ષ પહેલા જ તેઓએ લવ મેરેજ કર્યા હતા. તારીખ 19 મેં ના રોજ જસ્મિન પોતાની પત્ની તેમજ બે બાળકો સાથે ભરૂચ જિલ્લાના વગુસના ગામમાં સાસરીમાં ગયો હતો.‌ જ્યાં તેને પોતાના સાળા મિતેશ પાટણવાડિયા અને પત્ની સીમાં સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો.

Advertisement

હત્યારા જસ્મિન પાટણવાડિયાની પોલીસે કરી ઘરપકડ

આ ઝઘડા દરમિયાન જસ્મિને પોતાના સાળા સામે પત્નીને ધમકી આપી હતી કે, તને હવે જીવતી રહેવા નહીં દઉં, તને મારી નાખીશ. જોકે જે-તે સમયે મામલો શાંત પડી ગયો હતો. પરંતુ જસ્મિનને આ ઝઘડાને મનમાં લઈ લેતા આ ઘટના બની હતી. આ સમગ્ર બનાવની જાણ સીમાબેનના ભાઈ શંકરભાઈ પાટણવાડિયાને થતા તેને શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે જસ્મિનમિતેશ પાટણવાડિયાને કરવામાં આવતાં. બહેનની હત્યા કરનાર અને પુત્ર હેનિલ ઉપર હુમલાનો પ્રયાસ કરનાર બનેવી જસ્મિન પાટણવાડિયા સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ઘરપકડ કરી લીધી છે.

અહેવાલઃ પીન્ટુ પટેલ, ડભોઇ (વડોદરા)

આ પણ વાંચો: Porbandar: પરિવારની ચારધામ યાત્રા ચોરોને ફળી! દાગીના સહિત 40 હજારથી થઈ ચોરી

આ પણ વાંચો: vadodara: પિકનિકની મજા ભારે પડી! દિવેરમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબી જતા થયા લાપતા

આ પણ વાંચો: રાજકોટ-પંચમહાલમાં BJP કાર્યકરોએ Mamata Banerjee ના પૂતળા ફૂંક્યા, જાણો શું છે કારણ ?

Advertisement
Tags :
Advertisement

.