Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની પુછપરછમાં મોટો ખુલાસો

VADODARA : તપાસ દરમિયાન પોલીસે સુરેશ ભરવાડને શોધી કાઢીને તેની પુછપરછ કરી હતી. સાથે જ ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી રક્ષિતની કસ્ટડી મેળવી હતી.
vadodara   હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની પુછપરછમાં મોટો ખુલાસો
Advertisement

VADODARA : વડોદરામાં હોલિકા દહનની રાત્રે બનેલી ચકચારી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી રક્ષિત ચોરસિયાની વારસિયા પોલીસે એનડીપીએસ ગુના સંબંધે પુછપરછ કરી હતી. જેમાં તેણે ગાંજો ગોલ્ડન ચોકડીથી લાવ્યો હોવાનું જણાવ્યું છે. હાલ રક્ષિત ચોરસિયા જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. ત્યાંથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવીને તેની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં વિગતો સામે આવી છે. (HIT AND RUN CASE RAKSHIT AND OTHER UNDER INTERROGATION OF POLICE ABOUT MARIJUANA - VADODARA)

વારસિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી

હોલિકા દહનની રાત્રે ગાંજાના નશામાં ચૂર રક્ષિત ચોરસિયાએ ત્રણ વાહનોને પોતાની કારની અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે અંગે કારેલીબાગ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બાદમાં આ મામલે બ્લડ ટેસ્ટમાં આરોપીએ તેના મિત્ર સાથે ગાંજાનું સેવન કર્યું હોવાનું ખુલતા વારસિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે પ્રથમ પ્રાંશુ ચૌહાણની પોલીસે અટકાયત કરી હતી. ત્યાર બાદ તેનો જામીન પર છુટકારો થયો હતો. તે બાદ પોલીસે સુરેશ ભરવાડને શોધી કાઢીને તેની પુછપરછ કરી હતી. સાથે જ ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી રક્ષિતની કસ્ટડી મેળવી હતી.

Advertisement

રક્ષિચ ચોરસિયા ગોલ્ડન ચોકડીથી ગાંજો લાવ્યો

બંનેની પુછપરછમાં સામે આવ્યું કે, સુરેશ ભરવાડને સાથે રાખીને રક્ષિચ ચોરસિયા ગોલ્ડન ચોકડીથી ગાંજો લાવ્યો હતો. ત્યાર બાદ રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડે ગાંજાનું સેવન કર્યું હતું. અને ત્યાર બાદ રક્ષિતકાંડ સર્જાયો હતો. રક્ષિતની પુછપરછ બાદ જેલહવાલે કરી દેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : 'વો મેરે દિલ-દિમાગ સે નીકલતા નહીં હૈ', પરિણીતાનું રટણ

Tags :
Advertisement

Trending News

.

×