Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : હરણી લેક 'હત્યાકાંડ' મામલે તત્કાલીન મ્યુનિ. કમિશનરને SC થી મોટો ઝટકો

વડોદરા હરણી 'હત્યાકાંડ' અંગે સૌથી મોટા સમાચાર તત્કાલીન મ્યુનિ.કમિશનર વિનોદ રાવની મુશ્કેલી વધી સુપ્રીમ કૉર્ટે વિનોદ રાવની રાહત માટેની અરજી ફગાવી વડોદરા (Vadodara) હરણી લેક 'હત્યાકાંડ' મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરા હરણી 'હત્યાકાંડ' મામલે તત્કાલીન મ્યુનિ. કમિશનર...
vadodara   હરણી લેક  હત્યાકાંડ  મામલે તત્કાલીન મ્યુનિ  કમિશનરને sc થી મોટો ઝટકો
  1. વડોદરા હરણી 'હત્યાકાંડ' અંગે સૌથી મોટા સમાચાર
  2. તત્કાલીન મ્યુનિ.કમિશનર વિનોદ રાવની મુશ્કેલી વધી
  3. સુપ્રીમ કૉર્ટે વિનોદ રાવની રાહત માટેની અરજી ફગાવી

વડોદરા (Vadodara) હરણી લેક 'હત્યાકાંડ' મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરા હરણી 'હત્યાકાંડ' મામલે તત્કાલીન મ્યુનિ. કમિશનર વિનોદ રાવની (Vinod Rao) મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે, સુપ્રીમ કૉર્ટે વિનોદ રાવની રાહત માટેની અરજી ફગાવી દીધી હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત હાઈકૉર્ટનાં આદેશ બાદ વિનોદ રાવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી.

Advertisement

 આ પણ વાંચો - Gondal : 14 વર્ષની સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની આકરી કેદ

Advertisement

સુપ્રીમ કૉર્ટે વિનોદ રાવની રાહત માટેની અરજી ફગાવી

વડોદરા (Vadodara) હરણી લેક દુર્ઘટનામાં (Harani Lake Tragedy) 12 માસૂમ બાળકો સાથે 2 શિક્ષકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. આ મામલે હવે મોટા સમાચાર આવ્યા છે. વડોદરા હરણી બોટ 'હત્યાકાંડ' મામલે તત્કાલીન મ્યુનિ. કમિશનર વિનોદ રાવની મુશ્કેલી વધી છે. કારણ કે, સુપ્રીમ કૉર્ટે (Supreme Court) વિનોદ રાવની રાહત માટેની અરજી ફગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઈકૉર્ટનાં આદેશ બાદ વિનોદ રાવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

 આ પણ વાંચો - Gandhinahgar : IPS અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ, અપરિણીત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી!

Advertisement

બંને તત્કાલીન કમિશનર ફરજની બજવણીમાં દોષિતઃ હાઇકૉર્ટ

જણાવી દઈએ કે, આ મામલે અગાઉ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) શિક્ષાત્મક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે, બંને તત્કાલીન કમિશનર ફરજની બજવણીનાં દોષિત સાબિત થયા છે. તેમણે પોતાની સત્તાનો અને હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. હાઈકોર્ટનાં આ આદેશ બાદ તત્કાલીન મ્યુનિ. કમિશનર વિનોદ રાવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે.

 આ પણ વાંચો - Kutch : જખૌ નજીક નિર્જન ટાપુ પર BSF એ 12.40 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો, જાણો કિંમત!

Tags :
Advertisement

.