Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દર્દીઓ માટેની વ્હીલચેર હોસ્પિટલ તંત્ર માટે કચરા લારી બની..!

VADODARA : વડોદરામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર સારી મળે છે, પરંતુ સુવિધા મામલે અવાર-નવાર કકળાટ સામે આવતો હોય છે
vadodara   દર્દીઓ માટેની વ્હીલચેર હોસ્પિટલ તંત્ર માટે કચરા લારી બની
Advertisement

VADODARA : વડોદરાની સરકારી ગોત્રી GMERS હોસ્પિટલની લાલીયાવાડી ખુલ્લી પડી છે. દર્દીઓ માટેની વ્હીલચેરનો કચરા લારી તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું સપાટી પર આવ્યું છે. એક તરફ હોસ્પિટલમાં દર્દીઓને વ્હીલચેર આપવામાં અખાડાની ઘટનાઓ સામે આવતી રહે છે. અને બીજી તરફ આ પ્રકારની ગંભીર લાપરવાહી સામે આવતા બેજવાબદાર વર્તન કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ હોસ્પિટલનું તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. (GOTRI GMERS HOSPITAL WHEELCHAIR CARRYING GARBAGE BAG - VADODARA)

દર્દીઓને વ્હીલચેર સમયસર નહીં મળતી હોવાની બુમો ઉઠતી હોય છે

વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ, આમ બે સરકારી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર સારી મળે છે, પરંતુ સુવિધા મામલે અવાર-નવાર કકળાટ સામે આવતો હોય છે. તાજેતરમાં આવી જ એક ઘટના સપાટી પર આવી છે. ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે મુકવામાં આવેલી વ્હીલચેરનો ઉપયોગ કચરા લારી તરીકે થઇ રહ્યો છે. એક તરફ દર્દીઓને વ્હીલચેર સમયસર નહીં મળતી હોવાની બુમો ઉઠતી હોય છે. તો બીજી તરફ આ રીતે તેનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની લોકમાંગ

હોસ્પિટલમાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સગવડ ખાતે મુકવામાં આવેલી વ્હીલચેરનો હોસ્પિટલ પરિસરને ચોખ્ખું રાખવા માટે કચરાના નિકાલ માટે કરવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અને આ પ્રકારની બેદરકારી દાખવનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે. આ અગાઉ પણ કચરાના નિકાલ માટે વ્હીરચેર-સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું. લોકોનું કહેવું છે કે, જો તે સમયે કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન અટકાવી શકાયું હોત. સરકારી હોસ્પિટલમાં સારી સારવારની સાથે સુવિધાઓ પણ મળે તેવી વ્યવસ્થા લોકો ઇચ્છી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : BCA ની ચૂંટણી પૂર્વે ઐતિહાસીક ઘટના, ડો. બેંકરે કર્યો કમાલ

Tags :
Advertisement

.

×