Vadodara: વધુ એક અકસ્માતનો બનાવ, કાર ચાલકે 5 વાહનોને અડફેટે લીધા
- વડોદરા શહેરમાં રફ્તારના રાક્ષશ મચાવી રહ્યા છે આતંક
- ન્યુ વીઆઈપી રોડ પર આવેલ ખોડિયાર નગર વિસ્તારની ઘટના
- નશામાં ધૂત કાર ચાલકને સ્થાનિકોએ પોલીસને હવાલે કર્યો
- સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાની સામે આવી નથી
વડોદરા શહેરમાં ફરી રફ્તારના રાક્ષસ દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. જેમાં શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ ખોડિયાનગર વિસ્તારમાં રાત્રીના સુમારે આ ઘટના બનવા પામી હતી. નશામાં ધૂત કાર ચાલક દ્વારા કાર પુર ઝડપે ચલાવી રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા.
આ પણ વાંચોઃ junagadh: રમતગમત સમારોહ પહેલા છબરડો, આમંત્રણ પત્રિકામાં MLA ના નામ જ બદલી દીધા
ડોક્ટર લખેલ કારમાંથી દારૂની બોટલ મળી
દારૂના નશામાં કાર ચાલકે એક પછી એક પાંચથી વધુ લોકોને અડફેટે લેતા થોડા સમય માટે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ડોક્ટર લખેલ કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. નશામાં ધૂત કાર ચાલકને સ્થાનિકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.
કાર ચાલક ચાલવાની હાલતમાં પણ ન હતો
રાહદારીઓ દ્વારા કાર ચાલકને કારમાંથી બહાર કાઢી પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી નશામાં ધૂત કાર ચાલકને પકડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. નશામાં ધૂત કાર ચાલક ચાલવાની હાલતમાં પણ ના હોઈ લોકો ઘસેડી પોલીસ વાહન સુધી લઈ ગયા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Chhota Udepur : કેરીનાં પાક પર વાતાવરણની ગંભીર અસર! ખેડૂતોમાં ચિંતા, જાણો સ્થિતિ
પોલીસે કાર ચાલકની અટકાયત કરી
આ બાબતે ડીસીપી ઝોન 4 ના પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલ એસ્સાર પેટ્રોલ પંપ તરફ જવાના માર્ગ પર બ્રીજા ગાડીનો ચાલક મિતેશ કુમાર રમેશભાઈ બારીયા જે તિલકવાડા નર્મદાનો રહેવાસી છે. કાર ચાલક જ્યારે પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો. ત્યારે પાર્ક કરેલ ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા. તેમજ ત્યાંથી રાહદારીમાં ચાલતા જતા એક મહિલાને પણ કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જે બાદ ત્યાં રાહદારીઓ આવી પહોંચ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Morbi : મચ્છુ-3 ડેમમાં માતા અને પુત્રીએ ઝંપલાવ્યું, માતાનો આબાદ બચાવ