Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મહિના સુધી કંઇ ના કરવું પડે તેટલો મોટો હાથફેરો કરતા તસ્કરો

VADODARA : 10, એપ્રિલ ગુરૂવારે મળસ્કે 3 - 30 થી 5 - 30 ના ગાળામાં દોડકામાં તસ્કરોએ એક સાથે મોટા હાથફેરાની ઘટનાને અંજામ આપ્યો છે
vadodara   મહિના સુધી કંઇ ના કરવું પડે તેટલો મોટો હાથફેરો કરતા તસ્કરો
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં આવેલા દોડકામાં બે કલાકના સમયગાળામાં પાંચ ઘરોના તાળા તુટ્યા છે. આ તમામ ઘરોમાંથી તસ્કરો કુલ મળીને રૂ. 14.14 લાખના સોના-ચાંદીના કિંમતી ઝવેરાતની ઉઠાંતરી કરી ગયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ઘટનાને પગલે પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે, તો બીજી તરફ પોલીસના નાઇટ પેટ્રોલીંગના દાવા પર ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. (DODKA SERIES OF HOUSE BREAK INCIDENT NOTES - VADODARA)

ઘટનાને પગલે પંથકમાં તસ્કરોનો હાહાકાર સામે આવ્યો

ભાદરવા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદી ધૃવેશકુમાર ધર્મેન્દ્રભાઇ પટેલ (રહે. દોડકા, વડોદરા) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે અનુસાર 10, એપ્રિલ ગુરૂવારે મળસ્કે 3 - 30 થી 5 - 30 ના ગાળામાં દોડકામાં તસ્કરોએ મોટા હાથફેરાનો અંજામ આપ્યો છે. બે કલાકના ગાળામાં ફરિયાદી સહિત નારાયણગીરી વિઠ્ઠલગીરી ગોસ્વામી, સંજયગીરી ગોસ્વામી, રમણભાઇ રાઠોડ, અલ્પેશભાઇ પ્રજાપતિ, મળીને પાંચ મકાનના તાળા તુટ્યા છે. આ મોટા હાથફેરામાં તિજોરી-લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણા મળીને કુલ રૂ. 14.14 લાખની મત્તા તસ્કરો ઉઠાવી ગયા છે. ઘટનાને પગલે પંથકમાં તસ્કરોનો હાહાકાર સામે આવ્યો છે. જેને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Advertisement

સીસીટીવીમાં તસ્કરોની અવર-જવર દેખાતી નથી

સ્થાનિક સુત્રોએ જણાવ્યું છે કે, દોડકા ગામમાં સીસીટીવી છે. પરંતું તેમાં તસ્કરોની અવર-જવર દેખાતી નથી. ચોરી બાદ તમામ ઘરોની તિજોરી ખેદાન-મેદાન થયેલી નજરે પડી રહી છે. આ મામલે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કેટલા સમયમાં આરોપીઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યું. સાથે જ દોડકાના રહીશોને સુરક્ષા અને સલામતીનો અહેસાસ કરાવવા માટે પોલીસ દ્વારા કયાં પગલાં ભરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : GIPCL ને ધમકી ભર્યો ઇમેલ, તપાસમાં કંઇ વાંધાજનક ના મળ્યું

Tags :
Advertisement

.

×