Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : જાહેર માર્ગ પર નબીરાઓનો જોખમી સ્ટંટ, એક એક્ટિવા પર 4 થી વધુ બેઠાં અને..! જુઓ Video

વડોદરામાં જોખમી સ્ટંટનો વધુ એક વીડિયો વાઇરલ ઓપી રોડ ખાતે એક્ટિવા પર યુવકોનો જોખમી સ્ટંટ એક્ટિવા પર બંને સાઈડ પર ઊભા રહી યુવકોએ કર્યો સ્ટંટ મુખ્ય માર્ગ પર યુવકોએ સ્ટંટ કરી લોકોનાં જીવ જોખમમાં મૂક્યા Vadodara : જાહેર માર્ગ...
vadodara   જાહેર માર્ગ પર નબીરાઓનો જોખમી સ્ટંટ  એક એક્ટિવા પર 4 થી વધુ બેઠાં અને    જુઓ video
  1. વડોદરામાં જોખમી સ્ટંટનો વધુ એક વીડિયો વાઇરલ
  2. ઓપી રોડ ખાતે એક્ટિવા પર યુવકોનો જોખમી સ્ટંટ
  3. એક્ટિવા પર બંને સાઈડ પર ઊભા રહી યુવકોએ કર્યો સ્ટંટ
  4. મુખ્ય માર્ગ પર યુવકોએ સ્ટંટ કરી લોકોનાં જીવ જોખમમાં મૂક્યા

Vadodara : જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરીને નાગરિકોનાં જીવ જોખમમાં મૂકનારા ઇસમો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ, તેમ છતાં જોખમી સ્ટંટનાં વીડિયો (Risky Stunts Video) સતત સામે આવી રહ્યા છે. હવે, વડોદરામાંથી એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં જાહેર માર્ગ પર કેટલાક નબીરાઓ જોખમી સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: 22 વર્ષ પછી પુત્રએ લીધો પિતાની હત્યાનો બદલો! જાણો સંપૂર્ણ કહાની

એક એક્ટિવા પર ચારથી વધુ યુવકો સવાર

સોશિયલ મીડિયા પર હાલ જોખમી સ્ટંટનો એક વીડિયો વાઇરલ થયો છે, જે વડોદરાનાં (Vadodara) ઓપી રોડનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક એક્ટિવા પર ચારથી વધુ યુવકો સવાર છે. એક્ટિવા પર પાછળ બેઠેલા યુવકની બંને બાજું પગ પર અન્ય યુવક બેઠા છે. મુખ્ય માર્ગ પર યુવકોએ સ્ટંટ કરી લોકોનાં જીવ જોખમમાં મૂક્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Ganesh Gondalનું તેના પરિવારજનો અને સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત, હાઈકોર્ટે આપ્યાં છે શરતી જામીન

Advertisement

જાહેર માર્ગ પર સ્ટંટ કરી લોકોનાં જીવ જોખમમાં મૂક્યા

યુવકોનાં જોખમી સ્ટંટનો આ વીડિયો (Stunts Viral Video) પાછળ આવતી કારમાં સવાર એક શખ્સ દ્વારા બનાવવામાં આવે છે. જો કે, આ વીડિયો વાઇરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે મોડી રાતે જાહેર માર્ગ આવા સ્ટંટ કરતા યુવકોને પોલીસનો પણ કોઈ ડર હોતો નથી. હવે, આ વીડિયો અંગે વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - Gondal: પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા ગાવાની પરંપરા હજુ પણ જીવંત! જૂઓ આ તસવીરો

Tags :
Advertisement

.