Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara Boat Accident : દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરાકારી સામે આવી...

Vadodara Boat Accident : વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં સર્જાયેલી હોનારતમાં અત્યાર સુધી 13 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 15ના મોત થયા છે. આ દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દુઃખ વ્યક્ત કર્યું...
vadodara boat accident   દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો  કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરાકારી સામે આવી

Vadodara Boat Accident : વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં સર્જાયેલી હોનારતમાં અત્યાર સુધી 13 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 15ના મોત થયા છે. આ દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકો માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક ટ્વિટ કરીને જાહેરાત કરાઈ હતી કે હરણી તળાવ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને રૂ.2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારનું વળતર અપાશે. બીજી તરફ, ગુજરાત સરકારે મૃતકના પરિવારજનોને રૂ. ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Advertisement

આ સમગ્ર કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટને પીપીપી ધોરણે આપવામાં આવ્યો હતો. તેના માલિક પરેશ શાહ પાસે કોન્ટ્રાક્ટ હતો. ત્યારબાદ પરેશ શાહે નિલેશ શાહ નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેટલું જ નહીં, સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, એકપણ બોટનું ઇન્સપેક્શન કરવામાં આવ્યું નહોતું.

Advertisement

શું છે સમગ્ર ઘટના?

શહેરની ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણીમાં આવેલા મોટનાથ તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક બોટ પલટી મારી (Vadodara Boat Accident) ગઈ હતી અને આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે. જેમાં 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે. હજુ સુધી ઘણાં બાળકો અને શિક્ષકો લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે.

ક્ષમતા કરતા વધુ લોકોને હોડીમાં બેસાડ્યા

આ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે ‘હોડીની ક્ષમતા દસથી 12 બાળકની હતી. આમ છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો.’ આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, ‘અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા. આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા.’

Advertisement

PM મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

PM મોદીએ વડોદરાના હરણી તળાવમાં બનેલી આ દુર્ઘટના (Vadodara Boat Accident) પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ એક પોસ્ટ લખીને કહ્યું કે, આ દુ:ખદ ઘટના વિશે જાણીને ખૂબ જ દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. સ્થાનિક પ્રશાસન તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે. મૃતકોના પરિવારને પીએમ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યું છે અને ઘાયલોના પરિવારને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Vadodara : New Sunrise School ના સંચાલકો-શિક્ષકોએ કેમ નિયમોનું પાલન ના કર્યું

Tags :
Advertisement

.