Vadnagar to Varanasi : મા ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ એટલે પ્રયાગરાજ..!
વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રા એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ...
Advertisement
વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રા એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. Gujarat First અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ થયેલી આ યાત્રામાં 4 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ. 30 દિવસ અને 3 હજાર કિલોમીટર સુધી આ યાત્રા 4 રાજ્યોમાં ભ્રમણ કરશે. વિકાસની આ યાત્રા ખૂબ લાંબી છે.

યાત્રા પહોંચી પ્રયાગરાજ
વડનગરથી વારાણસી યાત્રા લઇને હું ધ્રવિશા અને કશિશ અમારા સહયોગી વિનોદ શર્મા અને વિક્રમ ઠાકોર સાથે અયોધ્યાની યાત્રા પૂર્ણ કર્યા બાદ અમારી યાત્રા એ પ્રાચીન નગરમાં પહોંચી, જેનું નામ પાંચ વખત બદલાયું છે. યાત્રા એ સ્થાન પર પહોંચી, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી માતાના દર્શન એક સાથે થાય છે. સુશાસનના 9 વર્ષની ગાથા કહેતી યાત્રા ત્યાં પહોંચી છે, જ્યાં માફિયા રાજ ખતમ થયું છે અને ડબલ એન્જીનની સરકારે વિકાસની રફ્તાર ડબલ ગતિએ પકડી છે. એ સ્થાન એટલે ઉત્તરપ્રદેશના પૂર્વ વિસ્તારમાં આવેલું અને સનાતન ધર્મમાં માનનાર લોકોનું તિર્થ સ્થાન, 'પ્રયાગરાજ'.

યોગી સરકારે 13 ઓક્ટોબર વર્ષ 2018ના રોજ ઈલાહબાદનું નામ બદલીને ફરી એક વખત પ્રયાગ રાજ કર્યું
જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ પ્રયાગનું નામ ઈલાહબાસ ત્યાર બાદ ઈલાહબાદ રાખવામાં આવ્યું હતું. જોકે યોગી સરકારે 13 ઓક્ટોબર વર્ષ 2018ના રોજ ઈલાહબાદનું નામ બદલીને ફરી એક વખત પ્રયાગ રાજ કર્યું હતું. પ્રયાગરાજમાં સૌથી પહેલા અમે પ્રયાગના લોકોને મળ્યા. અહીં માફિયા રાજ ખતમ કરીને વિકાસની સુવર્ણ કિરણો કઈ દિશામાં ફેલાઈ છે તે જાણવાનો પ્રયાસ અમે અમારી આ યાત્રા દરમિયાન કર્યો. એક સમય હતો જ્યારે ઉત્તર પ્રદેશમાં A-47 ના જોરે માફિયાઓ ગુંડારાજ રાજ ચલાવતા હતા. જોકે વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગીએ તે યુગને સમાપ્ત કરી કેવી રીતે વિકાસની ગાથા ઉત્તર પ્રદેશની લખી છે, તે અભિપ્રાય લેવાનો પ્રયાસ અમે અહીંની જનતા પાસેથી જ કર્યો.અમે ત્યાંના યંગસ્ટર સાથે વાત કરી.

પ્રયાગરાજના મયંક ઉપાધ્યાયે જણાવ્યું કે મોદીજીના આવવાથી જ વિકાસ થયો છે. પ્રયાગમાં બહેનો પહેલા રાત્રે ઘરની બહાર નીકળતા ડરતી હતી પરંતુ હવે બહેનોની સલામતી વધી છે. હેલ્થ હોય કે એજ્યુકેશન તમામ ક્ષેત્રે પ્રગતિ થઇ છે અને એટલે જ મોદીજી 2024 માં અમારે જોઈએ છે કારણકે મોદીજી હે તો યે સબ મુમકીન હે.

રંગોલીબેને જણાવ્યું કે યોગીજી અને મોદીજીએ પ્રયાગની કાયાપલટ કરી છે. હવે છોકરીઓમાં પણ ભણતરનું પ્રમાણ વધ્યું છે. પહેલા છોકરીઓ જોબ પણ કરતી ન હતી પરંતુ હવે કરે છે અને આગળ વધે છે. પહેલા મહિલા સલામતી હતી નહિ પરંતુ હવે મહિલાઓ સુરક્ષિત છે માત્ર અને માત્ર મોદીજી અને યોગીજી કારણે. વી સપોર્ટ મોદીજી

ત્યારબાદ અમે પ્રયાગની સફર કરવા નીકળ્યા અને ઑટોમાં મુસાફર રવિ શુક્લ સાથે વાત કરી. રવિ શુક્લએ કહ્યું કે "પ્રયાગમાં પહેલા માફિયારાજ હતું...ગુંડાગર્દી થતી હતી પરંતુ યોગીજીએ માફિયાઓને માટીમાં મિલાવી દીધા ને અપરાધમુક્ત બન્યું પ્રયાગરાજ. યોગીજીનું નામ જ કાફી છે. સ્વછતા પણ જોવા મળી રહી છે. લોકોને રોજગારી પણ મળી રહી છે. ઉત્તર પ્રદેશનો વિકાસ યોગીજીના રાજમાં જ થયો છે. એટલે જ મોદી અને યોગી છે તો બધું જ શક્ય છે."

મા ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ
વડનગરથી વારાણસીની યાત્રા પ્રાચીન નગર પ્રયાગરાજમાં હોય ત્યારે તે સ્થાનને કેવી રીતે ભુલી શકે કે જ્યાં મા ગંગા, યમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ થતું હોય, જેના દર્શન માત્રથી જ સમગ્ર જીવન ધન્ય થઈ જતું હોય. સંગમ ઘાટ પર અમે પૂર્વ સંધ્યાએ પહોંચ્યા અને સંગમ આરતીનો લ્હાવો લીધો. ભજન, કીર્તન અને આરતીથી ત્યાંના કણ કણમાં ધાર્મિકતા વહી રહી હતી. અને એમાં પણ અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું સંગમ આરતીનું. લોકો પણ સંગમ આરતીનો લ્હાવો લઇ ભક્તિમાં લિન જોવા મળ્યા હતા.

સંગમમાં ડૂબકી લગાવી સ્નાન કરી ધન્યતા અનુભવી
ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે ઈ-રિક્ષામાં પહોંચ્યા સંગમ ઘાટ....ત્રિવેણી સંગમમાં લોકો બોટીંગની મજા માણી રહ્યા હતા અને સંગમમાં ડૂબકી લગાવી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર ઉત્તર પ્રદેશની સાથે સાથે સંગમ ઘાટનો વિકાસ કઈ દિશામાં થયો છે તે જાણવાનો પ્રયાસ પણ અમે નાવ હાંકી રહેલા નાવિક પાસેથી જ કર્યો.

નાવિકે કહ્યું બુલડોઝર બાબાએ અમને વિકાસની અનેક ભેટ આપી છે. યોગીજીના કારણે દરેક ક્ષેત્રે બદલાવ આવ્યો છે. યોગીજીએ માફિયા રાજનો સફાયો બોલાવ્યો છે. મોદીજી અને યોગીજીના કામના કારણે લોકો એમની પ્રશંસા કરે છે.

હનુમાનજીની મૂર્તિ વિશ્રામ અવસ્થાની મુદ્રામાં
સંગમઘાટનો લ્હાવો લઇ અમે પહોંચ્યા બડે હનુમાનજીના મંદિર.ત્રિવેણી સંગમના દર્શન જ્યારે તમને કરાવ્યા હોય ત્યારે એવું કેવી રીતે બને કે અજર અમર હનુમાન દાદાના દર્શન બાકી રહી જાય. પ્રયાગરાજના સંગમ પર આવેલા હનુમાનજીને ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમને બડે હનુમાન જી, કિલ્લા વાલે હનુમાન જી, દામ વાલે હનુમાન જી કહેવામાં આવે છે. અહીં હનુમાનજીની મૂર્તિ વિશ્રામ અવસ્થાની મુદ્રામાં છે. અને હનુમાનજીએ અહી રાવણને એક હાથે અને બીજા હાથે રાક્ષસને પકડી રાખ્યો છે. કહેવાય છે કે આ એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજી સૂતેલી મુદ્રામાં મૂર્તિ બિરાજમાન છે. જેના દર્શન કરવા દેશ વિદેશથી દાદાના ભક્તો અહીં પધારે છે.

યાત્રા પહોંચી અક્ષય વટ
આમ પ્રયાગરાજની ગલીઓથી શરૂ થયેલી અમારી આ યાત્રા પહેલા ભાર્દવાજ પાર્ક ત્યાર બાદ સંગમ ઘાટ અને પછી બડે હનુમાન મંદિર પહોંચી હતી. જોકે હવે તમને એ પવિત્ર સ્થાનના દર્શન પણ કરાવવા છે જેને સનાતન અક્ષય વટ કહેવામાં છે. એવો અક્ષય વાત કે જેનો ચાર યુગોમાં વર્ણન છે અને ભગવાન રામે પીંડદાનની શરૂઆત પણ અહીંથી જ કરી હતી. ગુફા જેવું અહીંયા મંદિર પણ હતું અને બધા જ ભગવાનની મૂર્તિઓ ત્યાં સ્થાપિત જોવા મળી રહી હતી. શાંતિનો અનુભવ કરવો હોય તો આ મંદિરની મુલાકાત લેવી જોઈએ.
વંદેભારત ટ્રેનમાં મુસાફરો માટે હાઈટેક સુવિધાઓ
પ્રયાગરાજનો શહેરથી લઈ ત્રિવેણી સંગમ સુધી વિકાસ કઈ દિશામાં થયો તે આપણે જોયું. જોકે વાસ્તવમાં પ્રયાગરાજે કઈ દિશામાં વિકાસની રફ્તાર પકડી છે તે વધુ સમજવા માટે અમે પસંદ કરી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન. ભારતની શાન અને આત્મનિર્ભરતાની પહેચાન કહેવામાં આવે છે વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને. જે પણ ભેટ આપી છે વડાપ્રધાન મોદીજીએ. વંદેભારત ટ્રેનમાં મુસાફરો માટે હાઈટેક સુવિધાઓ છે અને 180 km ઝડપે આ ટ્રેન ચાલે છે જેથી લાંબી મુસાફરીમાંથી રાહત મળે. ટ્રેનમાં અમે લોકો સાથે વાત કરી ત્યારે યંગસ્ટરે એમ પણ જણાવ્યું કે અન્ય ટ્રેન કરતા આરામદાયક અને હાઈટેક ટ્રેન છે. ફૂડ પણ સારું છે અને અદ્યતન સુવિધાઓ પણ.