Pahalgam Terrorist Attack : 'તેમની વચ્ચે વર્ષોથી લડાઇ ચાલે છે,' ભારત-પાક તણાવ પર ટ્રમ્પનું નિવેદન
Pahalgam Terrorist Attack : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (USA PRESIDENT DONALD TRUMP) દ્વારા શુક્રવારે પગલાગામમાં થયેલા આતંકી હુમલાની (Pahalgam Terrorist Attack) કડક શબ્દોમાં નિંદા કરી છે. અને આ હુમલાને વખોડી કાઢ્યો છે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા સમયે તેમણે ભારત અને પાકિસ્તાન પરિસ્થીતીઓને તેમના સ્તરે ઉકેલશે તેમ જણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, હું ભારત અને પાકિસ્તાનની નજીક છું. જેવી રીતે તમે જાણો છો, કાશ્મીરને લઇને બંને વચ્ચે વર્ષોથી લડાઇ ચાલી રહી છે. કાશ્મીરનો મુદ્દો વર્ષોથી છે. જે આતંકી હુમલો થયો તે ખરાબ હતો. બહુ ખરાબ હતો.
હું બંને દેશોના નેતાઓને જાણું છું
ટ્રમ્પના જ્યારે કાશ્મીર અને ભારત-પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવ અંગે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, તે બોર્ડર પર વર્ષોથી તણાવ છે. તે હંમેશા તેવું જ રહ્યું છે. પરંતુ મને વિશ્વાસ છે કે, કોઇક રીતે આનો હલ નિકળશે. હું બંને દેશોના નેતાઓને જાણું છું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ તણાવ છે. જે હંમેશાથી રહ્યો છે.
ભારતની મદદ કરવાનું આશ્વાસન આપ્યું
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. અને આતંકી હુમલાને વખોડી કાઢતા ભારતને પૂર્ણ સમર્થન આપવા જણાવ્યું હતું. તેમણે જઘન્ય હુમલાના દોષિતોને ન્યાયના કઠેડા સુધી લાવવામાં ભારતની મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
બે દસકામાં સૌથી મોટો હુમલો
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ બૈસારન ઘાટીમાં 26 લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલો વિતેલા બે દસકાઓમાં કાશ્મીરમાં થયેલો સૌથી હિંસક હુમલો માનવામાં આવે છે. આ હુમલાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વળાંક આવ્યો છે.
એક્શન મોડમાં ભારત સરકાર
ભારત સરકારે આ હુમરા બાદ અનેક કુટનિતીક પગલાં ભર્યા છે. જેમાં અટારી સ્થિતી ઇંટીગ્રેટેડ ચેક પોસ્ટ બંધ કરવી, પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વીઝા છુટ યોજના રદ કરવી અને બંને દેશો વચ્ચે રાજદ્વારીની સંખ્યામાં ઘટાડા સહિતના પગલાં સામેલ છે. સાથે જ ભારત દ્વારા 1960 ની સિંધુ જળ સંધિને રદ કરી છે. શુક્રવારે ભારતીય અથધિકારીઓએ કહ્યું કે,પાકિસ્તાનમાં સિંધુ નદીનું એક પણ ટીપું પાણી ના પહોંચે તે ભારત સુનિશ્ચિત કરશે.
આ પણ વાંચો --- Pahalgam Terrorist Attack : પાકિસ્તાનમાં ફફડાટ! પાક. આર્મી ચીફ મુનીરનો પરિવાર દેશ છોડી ફરાર