Raus IAS Coaching center માં 3 વિદ્યાર્થીઓના મૃત્યુ માટે કોણ જવાબદાર?
Raus IAS Coaching center: Raus IAS Coaching center એ દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં એક ખૂબ જ પ્રખ્યાત Coaching center છે, જે UPSC પરિક્ષા માટે Coaching center આપતો ગઢ માનવામાં આવે છે. આ વિસ્તારમાં લગભગ દરેક Coaching center ની જેમ અહીં પણ Basement માં library બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ 27 જુલાઈના રોજ વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા હતા. Coaching centerની બહારની જગ્યા રોડથી ઘણી ઉંચી છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ છે. આ પાર્કિંગમાંથી Basement માં જવાનો રસ્તો છે.
library માં 10 થી 12 ફૂટનું પાણી ભરાય ગયું
ભોંયરામાં library ચલાવવાની પરવાનગી લેવામાં આવી હતી?
લાખો પરિવારોના હૃદય હચમચાવી દીધા છે
પરંતુ મુશળધાર વરસાદ આવવાને કારણે Raus IAS Coaching center પાણી ભરાવવા લાગ્યું હતું. ત્યારે વિદ્યાર્થી તાત્કાલિક ધોરણે પોલીસને સાંજે 6 વાગ્યાની આસપાસ કોલ કર્યો હતો. પરંતુ તાત્કાલિક ધોરણે મદદ આવી નહીં. તેના કારણે Raus IAS Coaching center ના Basement માં આવેલા library માં 10 થી 12 ફૂટનું પાણી ગણતરીના સમયમાં ભરાય ગયું હતું. તેના કારણે અનેક વિદ્યાર્થીઓ Basement માં આવેલા library માં અટવાયા હતાં. પરંતુ જ્યારે રાત્રે 9 વાગે મદદ આવી હતી, ત્યાં સુધીમાં Basement માં સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
ભોંયરામાં library ચલાવવાની પરવાનગી લેવામાં આવી હતી?
"I found about her death on the news"- Shreya Yadav, one of the three young students killed in #UPSC coaching centre in #Delhi #RajinderNagar - her devastated family says he received no phone call from the centre but found out about her death on the news. #Shocking #IAS #RAUS pic.twitter.com/x4MABhMcNN
— Mojo Story (@themojostory) July 28, 2024
NDRF ની ટીમે વિદ્યાર્થીઓને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતાં. પરંતુ 3 વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા માલૂમ પડ્યા હતાં. પરંતુ ભારે જહેમત બાદ રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધીમાં ભોંયરામાંથી ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ સવાલ એ છે કે વરસાદના કારણે બહાર પાણી ભરાયા હતા ત્યારે Coaching center નું વહીવટીતંત્ર શું કરી રહ્યું હતું? Coaching center માં પાણીના નિકાલની શું વ્યવસ્થા હતી? શું અહીં ભોંયરામાં library ચલાવવાની પરવાનગી લેવામાં આવી હતી? આ સમગ્ર વિસ્તારમાં ભોંયરામાં સમાન library ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે શું અગાઉ આ તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું?
લાખો પરિવારોના હૃદય હચમચાવી દીધા છે
આ દુર્ઘટના પછી ભલે પોલીસે Coaching center ના માલિક અભિષેક ગુપ્તા અને સંયોજક દેશપાલ સિંહની ધરપકડ કરી હોય, પરંતુ અસલી ગુનેગાર તો તંત્ર જ છે. જો તંત્ર યોગ્ય હોત તો આ પ્રકારની દુર્ઘટના ક્યારેય ન બની હોત. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણ વિદ્યાર્થીઓ નેવિન ડાલ્વિન, શ્રેયા યાદવ અને તાન્યા સોની પણ હતાં. ત્રણેય દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં આવેલા Raus IAS Coaching center માં અભ્યાસ કરતા હતાં. આ અકસ્માતોએ માત્ર અસરગ્રસ્ત પરિવારોની ખુશીઓ નહીં, પરંતુ લાખો પરિવારોના હૃદય હચમચાવી દીધા છે.
આ પણ વાંચો: Delhi :રાજેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, IAS એકેડમીના બેઝમેન્ટમાં પાણી ભરાતા બે વિદ્યાર્થિઓના મોત