Delhi Flood : પૂરના કારણે દિલ્હીમાં આક્રંદ, મુકુંદપુરમાં ડૂબી જવાથી 3 નિર્દોષ બાળકોના મોત
દિલ્હીમાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે શુક્રવારે બપોરે 3:00 વાગ્યે મુકુંદપુર ચોકમાં મોટો અકસ્માત થયો હતો. અહીં વરસાદના પાણીમાં નહાવા ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ મુકુંદપુરમાં એક મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. તેમાં આ બાળકો ન્હાવા ગયા હતા. ડૂબતા બાળકોને બચાવવા માટે એક કોન્સ્ટેબલે પાણીમાં કૂદી પણ પડ્યો, પરંતુ ત્યાં સુધીમાં બાળકોના મોત થઈ ચૂક્યા હતા.
એસટીઓ રામ ગોપાલે જણાવ્યું કે જ્યારે અમારું પેટ્રોલિંગ યુનિટ પરત ફર્યું તો લોકોએ કહ્યું કે મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર ત્રણ બાળકો ખાડામાં ડૂબી રહ્યા છે. તેઓને બહાર કાઢીને BJRM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા. ત્રણ બાળકોની ઓળખ 13 વર્ષીય પીયૂષ, 10 વર્ષીય નિખિલ અને 13 વર્ષીય આશિષ તરીકે થઈ છે. તમામ જહાંગીર પુરીના એચ-બ્લોકના રહેવાસી હતા.
દિલ્હી સરકારે જણાવ્યું કે તમામ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ, I&FC વિભાગ, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દિલ્હી પોલીસ અને અન્ય વિભાગો પૂરને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. સંકલન સતત કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં NDRFની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRF દ્વારા અત્યાર સુધીમાં 4346 લોકો અને 179 પશુધનને બચાવવામાં આવ્યા છે.
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારોને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ વિશે લોકોને માહિતગાર કરવા માટે સતત જાહેરાતો કરવામાં આવી રહી છે. આવી દરેક જગ્યાએ પોલીસકર્મીઓ અને સીડીવી તૈનાત કરીને સલાહ આપવામાં આવી રહી છે. લોકોને નદીના પાણીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
આ વિસ્તારોમાં ભરાયા પાણી
બેલા રોડ, રાજકિશોર રોડ, સિવિલ લાઇન્સ, લાલ કિલ્લો (આઉટર રિંગ રોડ), યમુના બજાર, ISBT કાશ્મીરી ગેટ, શંકરાચાર્ય રોડ, મજનુ કા ટીલા, ખડ્ડા કોલોની, બાટલા હાઉસ, વિશ્વકર્મા કોલોની, શિવ વિહાર, ખજુરી કોલોની, સોનિયા વિહાર, કિંગ્સવે કેમ્પ, જીટીબી નગર, રાજઘાટ પાસે, વજીરાબાદ, ભૈરવ રોડ અને મોનેસ્ટ્રી માર્કેટમાં પાણીનો ભરાવો થયો છે.
આ પણ વાંચો : Love Story : વધુ એક ‘સીમા’ સરહદ પાર કરીને આવી ભારત, પરંતુ પ્રેમી નીકળ્યો બેવફા