Expressway : અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વે તો.....
Expressway : કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વે (Expressway ) ના મનમોહક દ્રષ્યો જોઇને ખુશ થઇ ગયા છે. તેમણે ટ્વિટર પર આ અંગેની એક પોસ્ટ કરીને કહ્યું કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કુદરતી સૌંદર્ય અને ઔદ્યોગિક કાર્યક્ષમતાનો અદ્ભુત સંયોજન જોઈ શકાય છે.
વડોદરા-ભરુચ સેક્શનનો એકસપ્રેસ વે તો તૈયાર પણ થઇ ગયો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે વાહન ચાલકોમાં આમ પણ લોકપ્રિય છે અને હવે આ એકસપ્રેસને જોડતો દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વેને જોડતાં વડોદરા-ભરુચ સેક્શનનો એકસપ્રેસ વે તો તૈયાર પણ થઇ ગયો છે અને તેનું ઉદ્ધાટન પણ વડોદરા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાઇ રહ્યું છે. 87 કિમીના આ એકસપ્રેસ વે દ્વારા ઝડપથી ભરુચ સુધી પહોંચી શકાશે.
Experience the seamless blend of industrial prowess and natural beauty on the Ahmedabad-Vadodara Expressway 🛣️. Connecting Gujarat's prime industrial hubs, this National Expressway 1 not only eases local and trade mobility but also offers breathtaking scenic views along the… pic.twitter.com/ePXLJ7fF9I
— Nitin Gadkari (मोदी का परिवार) (@nitin_gadkari) May 7, 2024
પ્રવાસ દરમિયાન આકર્ષક મનોહર દૃશ્યો પણ પ્રદાન કરે છે
નીતિન ગડકરીએ તાજેતરમાં ટ્વિટર પર અણદાવાદ-વડોદરા એકસપ્રેસ વે ના ફોટા શેર કરીને લખ્યું કે ‘અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કુદરતી સૌંદર્ય અને ઔદ્યોગિક કાર્યક્ષમતાનો અદ્ભુત સંયોજન જોઈ શકાય છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ એક્સપ્રેસવે 1) ગુજરાતને તમામ ઔદ્યોગિક હબ સાથે જોડે છે અને પરિવહનને સરળ બનાવે છે. આ નેશનલ એક્સપ્રેસવે 1 માત્ર સ્થાનિક અને વેપારની ગતિશીલતાને સરળ બનાવતો નથી પરંતુ પ્રવાસ દરમિયાન આકર્ષક મનોહર દૃશ્યો પણ પ્રદાન કરે છે.
અંકલેશ્વર અને ભરૂચમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન
મધ્ય ગુજરાતનું મહત્વનું સ્થળ એટલે કે વડોદરા મુખ્ય લોજિસ્ટીક્સ કેન્દ્રો સાથે સારી રીતે જોડાયેલી કનેક્ટિવિટી ધરાવે છે. ભરુચ-વડોદરા એકસપ્રેસ વેના કારણે અંકલેશ્વર અને ભરૂચમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના 87 કિમીનું પૂર્ણ થવું એ મજબૂત રોડ નેટવર્ક બનાવવાની સરકારની મોટી ઇચ્છા દર્શાવે છે.
આ પણ વાંચો------ Forecast : તૈયાર રહો, આ જિલ્લાઓમાં થશે માવઠાં…!
આ પણ વાંચો------ Surat : ગદ્દારને શોધી સરખી સર્વિસ કરવાની છે, વાંચો કોણે કહ્યું…
આ પણ વાંચો---- Daman : બુકાનીધારીઓએ મોડી રાતે ઘરમાં ઘૂસી BJP નેતાને રહેંસી નાંખ્યા, સગાભાઈ પર શંકાની સોય!