કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah આવતીકાલે અમદાવાદમાં, 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનું કરશે શુભારંભ!
- કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah ના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
- અમદાવાદ મનપાનાં એક કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે
- PPP મોડલ પર તૈયાર કરેલા 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનું શુભારંભ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) દિવાળી ટાણે ગુજરાતનાં પ્રવાસે છે. આજે બોટાદમાં (Botad) સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે નિર્માણ પામેલા અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યુ હતું. જ્યારે આવતીકાલે અમદાવાદમાં (Ahmedabad) મનપાનાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે અને PPP મોડલ પર તૈયાર કરેલા 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનું શુભારંભ પણ કરશે.
આ પણ વાંચો - Diwali 2024 : ગુજરાત, અમદાવાદ, PM મોદીના વિઝન, CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અંગે મહાચર્ચા!
Salangpur : ગૃહમંત્રી Amit Shahએ આપી Sardar Patelને શ્રધ્ધાંજલિ | Gujarat First#amitshah #sardarpatel #salangpur #gujaratfirst@AmitShah pic.twitter.com/wKHHqMN4ux
— Gujarat First (@GujaratFirst) October 31, 2024
આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં
દિવાળીનાં (Diwali) તહેવારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે. આજે બોટાદમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે (Sarangpur Kashtbhanjan Hanumanji Temple) નિર્માણ પામેલા અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) લોકાર્પણ કર્યુ હતું. ત્યારે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મનપાનાં કાર્યક્રમમાં હાજરી આપશે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ PPP મોડલ પર તૈયાર કરેલા 'વેસ્ટ ટુ એનર્જી' (Waste to Energy) પ્લાન્ટનું શુભારંભ પણ કરશે.
આ પણ વાંચો - Botad : જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે દાદાને યાદ કરી સંકટમાંથી મુક્તિ મેળવી છે : અમિત શાહ
આજે અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું
જણાવી દઈએ કે, આજે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે દિવાળીનાં શુભ અવસર પર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી મહારાજનાં દર્શન અને પૂજા કરી હતી અને દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ-કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ (Vadtal Gadi Rakesh Prasadji Maharaj) તેમ જ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દાદાનાં આશીર્વાદ સાથે મેં દિવાળીની ઉજવણી કરી છે. દાદાના ખજાનામાં કોઈ કમી નથી.
આ પણ વાંચો - Surat : જરૂરિયાતમંદ બાળકો સાથે ગૃહરાજ્યમંત્રીએ Diwali ની ઉજવણી કરી, કહી આ વાત!