Union Home Minister Amit Shah : અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જાણો સંપૂર્ણ વિગત
- કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે
- આજે અમિત શાહના પ્રવાસનો બીજો દિવસ છે
- વિવિધ કાર્યક્રમો અને લોકાર્પણમાં હાજરી આપશે
Union Home Minister Amit Shah : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે પ્રવાસનો બીજો દિવસ છે. બે દિવસ દરમિયાન તેઓ સોમનાથ, જુનાગઢ, અને અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. જેમાં આજે અમદાવાદમાં જૈનાચાર્યના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જૈનાચાર્ય મહારાજની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બુદ્ધીસાગર સુરિશ્વર મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે અમિતભાઈ શાહ રૂ. 150ના સિક્કાનું અનાવરણ કરશે.
ADC બેંકના શતાબ્દી મહોત્સવમાં પણ હાજરી આપશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજપથ કલબ ખાતે સાહિત્ય પુસ્તકોનું વિમોચન કરશે તેમજ ADC બેંકના શતાબ્દી મહોત્સવમાં પણ હાજરી આપશે. તેમજ અમદાવાદના જેતલપુરમાં શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાશે તેમાં પણ હાજરી આપશે. તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કાર્યક્રમની મુલાકાત લઇ નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે. અમિતભાઈ શાહ પેરા હાઈપર્ફોમન્સ સેન્ટરનું ભૂમિપૂજન કરશે તથા ડભોડા ખાતે શાશ્વત મિથિલા ફાઉન્ડેશનના ભવનનું લોકાર્પણ કરશે.
વિગતવાર આજના કાર્યક્રમ:
આજે એટલે કે રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જૈનઆચાર્ય બુદ્ધીસાગર સુરિશ્વર મહારાજની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લઇને રૂ. 150 ના સિક્કાનું અનાવરણ કરશે. ત્યાર બાદ અમદાવાદના ડિસ્ટ્રીક્ટ બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે. બપોર બાદ અડાલજમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત વકીલોની શપથવીધિના કાર્યક્રમમાં હાજર રહેશે. તે બાદ ગાંધીનગરના મહાત્મા મંદિરના ડિજિટલ સેવા પોર્ટલનું લોકાર્પણ કરશે, અને અંતમાં મિથીલા ફાઉન્ડેશન સંસ્થાની મુલાકાત લેશે.
- જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સિક્કા વિમોચન સાવેર 10.15 કલાકે
-સાહિત્ય પુસ્તક વિમોચન- સવારે 11.15 કલાકે
-એ.ડી.સી. બેંક 100 વર્ષ ઉજવણી - બપોરે 12.30 કલાકે
-બારકાઉન્સિલ નવા વકિલ પદગ્રહણ- બપોરે 02.20 કલાકે
-એસ.એ.જી. હાઇ પરફોર્મંસ સેન્ટર- બપોરે 3.45 કલાકે
-શાશ્વત મિથિલા ફાઉન્ડેશન ભવન લોકાર્પણ- સાંજે 4.55 કલાકે
આ પણ વાંચો: Ind vs NZ Final: આજે ફાઇનલમાં આ 5 ભારતીય ખેલાડીઓ 'તુફાન' લાવી ન્યૂઝીલેન્ડને હરાવશે