ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Botad : જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે દાદાને યાદ કરી સંકટમાંથી મુક્તિ મેળવી છે : અમિત શાહ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું (Botad) ધાર્મિક વિધિથી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કરાયું કાર્યક્રમમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ રહ્યાં હાજર દાદાનાં આશીર્વાદ સાથે મેં દિવાળીની ઉજવણી કરી : અમિતભાઇ શાહ બોટાદમાં (Botad)...
05:24 PM Oct 31, 2024 IST | Vipul Sen
  1. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું (Botad)
  2. ધાર્મિક વિધિથી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કરાયું
  3. કાર્યક્રમમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ રહ્યાં હાજર
  4. દાદાનાં આશીર્વાદ સાથે મેં દિવાળીની ઉજવણી કરી : અમિતભાઇ શાહ

બોટાદમાં (Botad) સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે નિર્માણ પામેલા અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ (Vadtal Gadi Rakesh Prasadji Maharaj) તેમ જ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દાદાનાં આશીર્વાદ સાથે મેં દિવાળીની ઉજવણી કરી છે. દાદાના ખજાનામાં કોઈ કમી નથી.

આ પણ વાંચો - PM Modi એ કચ્છમાં BSF જવાનો સાથે ઉજવી દિવાળી, આ રહી તસવીરો

દાદાના ખજાનામાં કોઇ કમી નથી : અમિતભાઇ શાહ

બોટાદ (Botad) ખાતે આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન, અહીં નવનિર્મિત અને અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું (Gopalanand Swami Yatrik Bhawan) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્યાં હાજર લોકોને સંબોધિત કરી કહ્યું કે, દાદાનાં આશીર્વાદ સાથે મેં દિવાળીની ઉજવણી કરી છે. તેમણે કહ્યું કે, દાદાના ખજાનામાં કોઇ કમી નથી. જીવનમાં જ્યારે જ્યારે સંકટ આવ્યું ત્યારે ત્યારે મેં દાદાને યાદ કરી સંકટમાંથી મુક્તિ મેળવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય સન્માનમાં ક્યારેય કમી ન રાખે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો - One Nation One Election અને Uniform Civil Code ને લઈ PM Modi એ કરી આ ખાસ વાત

યાત્રિક ભવનમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી અત્યાધુનિક સુવિધાઓ

જણાવી દઈએ કે, બોટાદમાં (Botad) આવેલા વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરે (Salangpur Kashtabhanjan Hanumanji Temple) નવનિર્મિત યાત્રિક ભવનમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી અત્યાધુનિક સુવિધા આપવામાં આવી છે, જેમાં 1100 સુંદર રૂમ બનાવવામાં આવ્યા છે. ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં 8 ફ્લોર સાથેનો 200 કરોડનાં ખર્ચે બિલ્ડિંગનું નિર્માણ થયું છે. આ નવા ભવનમાં તમામ આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંદિરમાં અમિત શાહની (Amit Shah) ઉપસ્થિતિમાં સમુહ મારુતિ યજ્ઞનું આયોજન પણ કરાયું છે. આ યજ્ઞમાં વિશેષ રીતે હનુમાનજીની પૂજાવિધિ, હવન અને પવિત્ર જપ-પાઠ કરવામાં આવ્યા, જેમાં સંખ્યાબંધ ભક્તો જોડાયા હતા. હનુમાનજી માટે આ વિશેષ યજ્ઞમાં અર્પણ થયેલા પ્રસાદને પણ દર્શનાર્થીઓમાં વહેંચવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Sardar Patel birthday: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો આજે જન્મદિવસ, દેશભરમાં થશે ભવ્ય ઉજવણી

Tags :
BotadBreaking News In GujaratiGopalanand Swami Yatrik BhawanGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiSalangpur Kashtabhanjan Hanumanji TempleUnion Home and Cooperation Minister Amit ShahVadtal Gadi Rakesh Prasadji Maharaj
Next Article