ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : BJP માટે 'કાર્યાલય' કામનો આત્મા હોય છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ Gandhinagar પહોંચ્યા ગાંધીનગર મહાનગરનાં ભાજપા કાર્યાલય કમલમનું ખામુહૂર્ત કર્યું સેક્ટર-8 ખાતે 1000 વારનાં પ્લોટમાં કમલમ આકાર પામશે શરીરમાં જે સ્થાન મસ્તકનું છે તેવું સ્થાન કાર્યાલયનું હોય છે : અમિત શાહ ગાંધીનગરનાં (Gandhinagar)...
05:59 PM Oct 22, 2024 IST | Vipul Sen
  1. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ Gandhinagar પહોંચ્યા
  2. ગાંધીનગર મહાનગરનાં ભાજપા કાર્યાલય કમલમનું ખામુહૂર્ત કર્યું
  3. સેક્ટર-8 ખાતે 1000 વારનાં પ્લોટમાં કમલમ આકાર પામશે
  4. શરીરમાં જે સ્થાન મસ્તકનું છે તેવું સ્થાન કાર્યાલયનું હોય છે : અમિત શાહ

ગાંધીનગરનાં (Gandhinagar) સાંસદ તેમ જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતનાં પ્રવાસે છે. દરમિયાન, આણંદમાં (Anand) નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની (NDDB) ડાયમંડ જ્યુબિલી ઉજવણી કાર્યક્રમ સહિત અન્ય કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં, અમિત શાહે ભાજપ કાર્યાલય કમલમનું (Kamalam) ખામુહૂર્ત કર્યું હતું.

1 હજાર વારનાં પ્લોટમાં આકાર પામશે 5 માળનું 'કમલમ'

ગાંધીનગરનાં (Gandhinagar) સેક્ટર 8 માં ભાજપ (BJP) કાર્યાલય કમલમનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સેક્ટર 8 માં 1 હજાર વારનાં પ્લોટમાં આ કમલમ કાર્યાલય આકાર પામશે. 5 માળનું આ વિશાળ ભવન સરિતા ઉદ્યાન સામે બનશે. આ કમલમ કાર્યાલય માટે રૂ.10 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે, કમલમ ભવનનાં નિર્માણનાં ફાળા માટે કુંભ રાખવામાં આવ્યો છે. પાર્ટીનાં કાર્યકરો પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપી શક્શે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિત અન્ય મંત્રી, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આણંદમાં NDDB ભવનનો શિલાન્યાસ કર્યો

કાર્યસંસ્કૃતિને આગળ વધારવાનાં કામ કાર્યાલય કરે છે : અમિત શાહ

આ પ્રસંગે અમિત શાહે (Amit Shah) કહ્યું હતું કે, આજે રુચિર ભટ્ટને વિશેષ અભિનંદન આપીશ. તેમણે અધૂરી પાર્ટીમાંથી પૂરી પાર્ટી બનાવાઇ છે. નેતા ના હોય, કાર્યકર્તા ના હોય તો પાર્ટી ના ચાલે. કાર્યાલય ના હોય તો કામનું આયોજન ના થાય. આપણા શરીરમાં જે સ્થાન મસ્તકનું છે તેવું સ્થાન કાર્યાલયનું હોય છે. અમિત શાહે આગળ કહ્યું કે, ભાજપ ક્યારેય વિચારધારા વગર ના ચાલે. કાર્યસંસ્કૃતિને આગળ વધારવાનાં કામ કાર્યાલય કરે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ હતો ત્યારે નક્કી કર્યું હતું કે દરેક જિલ્લામાં પાર્ટીનું કાર્યાલય હોવું જોઈએ. અત્યારે 92 ટકા જિલ્લાઓમાં દેશભરમાં કાર્યાલય બની ગયા છે. ભાજપનાં (BJP) કાર્યાલયોમાં લાઇબ્રેરી પણ હશે અને તમામ કારોબારીમાં પસાર થયેલા મુદ્દાઓ પણ અહીંયા હશે. ભાજપ માટે કાર્યાલય કામનો આત્મા હોય છે. કોંગ્રેસ (Congress) તૂટી કેમકે કાર્યકરોમાં એક વિધારધારા નહોતી.

આ પણ વાંચો - Birthday Special: અમિત શાહના સ્કૂટર પાછળ બેસીને નરેન્દ્ર મોદી પ્રવાસ કરતા, અત્યારે કહેવાય છે રાજકારણની હિટ જોડી

જે સભ્યો બન્યા છે તે આપણા શુભેચ્છકો છે : અમિત શાહ

અમિત શાહે આગળ કહ્યું કે, ભાજપે અનેક સભ્યોને પક્ષ સાથે જોડ્યા છે. જે સભ્યો બન્યા છે તે આપણા શુભેચ્છકો છે. એ શુભેચ્છકો આપણા કાર્યકર બની શકે છે. આપણા કાર્યકરોએ એ પ્રકારનું ઉમદા કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે, જનસંઘની સ્થાપના બાદ અનેક પરાજય પાર્ટીએ પચાવ્યા છે. એકપણ કાર્યકર પક્ષ ના છોડે ત્યારે એ પાર્ટીનું ભવિષ્ય ઊજળુ હોય છે.

અમિત શાહના હસ્તે 271 માં કાર્યાલયનું ઉદઘાટન

અમિત શાહે આગળ કહ્યું કે, અત્યાર સુધી અનેક રાજ્યોમાં સરકાર બનાવી હવે, ઝારખંડ (Jharkhand) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ આપણે જીતીશું. લોકસભામાં ઓછી સીટ આવી તો આ લોકો ઘમંડમાં આવી ગયા છે. વર્ષ 2024 માં આપણને 240 સીટો આવી પરંતુ, કોંગ્રેસને 2014, 2019 અને 2024 માં પણ કુલ આટલી સીટ મળી નથી. જણાવી દઈએ કે, અમિત શાહના હસ્તે 271 માં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - ભારતમાં કેસરિયો ધ્વજ મજબૂતાઈથી લહેરાવનાર અને ભાજપના ચાણક્ય Amit Shah નો આજે જન્મદિવસ

Tags :
Amit ShahAmit Shah in GujaratBreaking News In GujaratiCM Bhupendra PatelCongressGandhinagarGandhinagar BjpGujarat FirstGUJARAT FIRST NEWSGujarat PoliticsGujarati breaking newsGujarati NewsHarsh SanghviJharkhandKamalam OfficeLatest News In GujaratiMaharashtra ElectionNews In Gujaratipm narendra modi
Next Article