Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : 'તમે શાળાની મુલાકાત લેશો તો ભવિષ્ય ઉજ્જવળ છે તેવું લાગશે' : Amit Shah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદમાં (Ahmedabad) અંદાજિત 447 કરોડનાં 88 વિકાસકામોનું લોકાર્પણ ભાડજ ખાતે તૈયાર પ્રાથમિક શાળાનું લોકાર્પણ ગોતા વોર્ડમાં તૈયાર આધુનિક શાક માર્કેટ લોકાર્પણ Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah)...
ahmedabad    તમે શાળાની મુલાકાત લેશો તો ભવિષ્ય ઉજ્જવળ છે તેવું લાગશે    amit shah
  1. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદમાં (Ahmedabad)
  2. અંદાજિત 447 કરોડનાં 88 વિકાસકામોનું લોકાર્પણ
  3. ભાડજ ખાતે તૈયાર પ્રાથમિક શાળાનું લોકાર્પણ
  4. ગોતા વોર્ડમાં તૈયાર આધુનિક શાક માર્કેટ લોકાર્પણ

Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, તેમણે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યુ હતું. ભાડજ (Bhadaj) ખાતે તૈયાર પ્રાથમિક શાળાનાં લોકાર્પણ કાર્યક્રમમાં અમિત શાહે લોકોને સંબોધિત કરીને કહ્યું કે, તમે શાળાની મુલાકાત લેશો તો ભવિષ્ય ઉજ્જવળ છે તેવું લાગશે. તેમણે કહ્યું કે, સ્વચ્છતાને લઈને PM મોદીએ (PM Narendra Modi) સૌનો દ્રષ્ટિકોણ બદલ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Dahod : માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં માત્ર 12 દિવસમાં 1700 પેજની ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી

Advertisement

અંદાજિત 447 કરોડનાં 88 વિકાસકામોનું લોકાર્પણ થયું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજે અમદાવાદમાં (Ahmedabad) છે. આ પ્રવાસ દરમિયાન તેમણે અંદાજિત 447 કરોડનાં 88 વિકાસકામોનું લોકાર્પણ કર્યું છે. જે હેઠળ ભાડજ ખાતે તૈયાર પ્રાથમિક શાળાનું લોકાર્પણ, ગોતા (Gota) વોર્ડમાં તૈયાર આધુનિક શાક માર્કેટનું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel), આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત વિવિધ મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. ભાડજ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રીએ સભા સંબોધી હતી. દરમિયાન તેમણે કહ્યું કે, પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ ઉમદા કામ કર્યું છે. તમે શાળાની મુલાકાત લેશો તો ભવિષ્ય ઉજ્જવળ છે તેવું લાગશે.

આ પણ વાંચો - Ahmedabad : પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જાણો દિવસભરનાં કાર્યક્રમો

Advertisement

સ્વચ્છતાને લઈને PM નરેન્દ્ર મોદીએ સૌનો દ્રષ્ટિકોણ બદલ્યો છે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, વિકાસનાં કામો નાગરિકોની સુવિધા વધારવા માટે હોય છે. 37 હજાર કરોડ રૂપિયાનાં વિકાસકાર્યો એક વિધાનસભામાં થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં ઉત્તમ કાર્યો થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ કહ્યું કે, સ્વચ્છતાને લઈને PM નરેન્દ્ર મોદીએ સૌનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. આથી, દેશભરમાં સ્વચ્છતા આંદોલનની ઝુંબેશ ચાલી છે. ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાત અવ્વલ આવે તેવા કામ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમદાવાદનાં નાગરિકોને મારી અપીલ છે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ આવે તે પ્રયાસમાં સહભાગી થઈએ.

આ પણ વાંચો - Mehsana : વિશ્વસ્તરે દેશનું ગૌરવ વધારશે અશોક ચૌધરી, આ એવોર્ડથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય

Tags :
Advertisement

.