Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Unseasonal rains: ગુજરાતમાં ઠેર ઠેર અણધાર્યા માવઠા, કમોસમી વરસાદથી જગતનો તાત પરેશાન

Gujarat Unseasonal rains: ગુજરાતમાં એક બાજુ અત્યારે ઠેર ઠેર કમોસમી વરસાદ સાથે કરા પણ પડી રહ્યાં છે. નોંધનીય છે કે, કમોસમી વરસાદ ખેડૂતો માટે અભિશાપ જણાઈ રહ્યો છે. ગુજરાતની ઉત્તરે આવેલ સાબરકાંઠાની વાત કરવામાં આવે તો પોશીના પંથકમાં કમોસમી વરસાદ...
06:12 PM Apr 14, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Unseasonal rains

Gujarat Unseasonal rains: ગુજરાતમાં એક બાજુ અત્યારે ઠેર ઠેર કમોસમી વરસાદ સાથે કરા પણ પડી રહ્યાં છે. નોંધનીય છે કે, કમોસમી વરસાદ ખેડૂતો માટે અભિશાપ જણાઈ રહ્યો છે. ગુજરાતની ઉત્તરે આવેલ સાબરકાંઠાની વાત કરવામાં આવે તો પોશીના પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. પોશીના પંથકમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે, વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડવાથી અત્યારે સ્થાનિકો ચિંતાતુર બન્યા છે.

વરસાદથઈ લોકોને ગરમીથી રાહત પણ ખેડૂત પરેશાન

ગુજરાતના અન્ય વિસ્તાપની વાત કરવામાં આવે તો અંબાજી પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ થયો છે. ઉત્તરે આવેલા અંબા ધામ અંબાજી પંથકમાં ભારે ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથઈ લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે પરંતુ આ કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ સાથે દ્વારકાના ખંભાળિયા તાલુકાની વાત કરવામાં આવે તો અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળિયા તાલુકાના ગુંદા, જૂની ફોટ જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે, તેજ પવન સાથે વાતાવરણમાં પલટો આવતાની સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતી.

વરસાદ પડવાથી જગતનો તાત ચિંતામાં મુકાયો

આ સાથે વિસાવદરમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અહીંના રાજેસરા, દુધાળા અને માણદિયામાં વરસાદ પડવાથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. મળતી વિગતો પ્રમાણે તલ, મગફળી, ચણા સહિતના પાકને અસર થઈ રહી છે. મહત્વું છે કે, અણધાર્યો વરસાદ અત્યારે પાકને નુકાસાન પહોંચી રહ્યો છે. જેથી આ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે. એટલું જ નહીં ધારી ગીર પંથકમાં પણ મુશળધાર વરસાદ થયો છે. મળતી વિગતો પ્રમાણે ધારી ગીરના ગઢીયા ચાવંડ, દલીનેસ, પાણીયા, દલખાણીયા ગામોમાં કમોસમી વરસાદ થયો છે.

આંબાના પાકને વ્યાપક નુકશાનની ભીતી

મળતી વિગતો પ્રમાણે ગઢીયા ચાવંડમાં સતત બીજા દિવસે પણ કમોસમી ધોધમાર વરસાદ ખાબક્યો છે. કમોસમી વારસાદ (Unseasonal rains)થી આંબાના પાકને વ્યાપક નુકશાનની ભીતી વચ્ચે ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. પોતાના પાકના આમ નજર સામે સડતો જોઈ જગતના તાતને મોટા નુકાસનનો ભાર સહેવો પડશે. ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી સહિતના ગામોમાં પણ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. ધારી સાથે કચ્છમાં પણ ભારે તોફાન સાથે વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, તોફાની વરસાદના પગલે અંજારમાં સભા મંડપમાં પાણી-પાણી થઈ ગયું હતું. મળતી વિગતો પ્રમામે સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પાણી ભરાયા ગયા હતા. નોંધનીય છે કે, વરસાદને પગલે ભાવિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ પણ વાંચો: BHARUCH: ચાવજ ગામની સોસાયટીના રહીશોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર, જાણો શું છે કારણ

આ પણ વાંચો: VADODARA : SSG હોસ્પિટલના કેન્ટીન સુધી જતા લોકોમાં કચવાટ

આ પણ વાંચો: Navsari : CR પાટીલની સામે કોંગ્રેસે આ સિનિયર લીડરને ઉતાર્યા ચૂંટણી મેદાને, જોવા મળશે જોરદાર ટક્કર!

Tags :
GujaratGujarat Newsgujarat rainsGujarat Unseasonal rainsGujarati NewsHeavy Rain in Gujaratlocal newsrain in gujaratunseasonal rainunseasonal rains
Next Article