Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુદ્ધ ક્ષેત્રે જીત હાંસલ કરવા બ્રિટને જાસૂસી માટે Military Satellite કર્યું લોન્ચ

Satellite ની કમાન બ્રિટેનના રક્ષા મંત્રાલાયના હાથમાં છે Satellite Tyche નો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાશે UK માં 100 વિવધ પ્રકારની રોજગારીનું નિર્માણ કર્યું Military Satellite Tyche: આધુનિક યુગમાં દરેક દેશ આર્થિક અને સામાજિક ક્ષેત્ર ઉપરાંત યુદ્ધ ક્ષેત્રે...
યુદ્ધ ક્ષેત્રે જીત હાંસલ કરવા બ્રિટને જાસૂસી માટે military satellite કર્યું લોન્ચ
  • Satellite ની કમાન બ્રિટેનના રક્ષા મંત્રાલાયના હાથમાં છે

  • Satellite Tyche નો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાશે

  • UK માં 100 વિવધ પ્રકારની રોજગારીનું નિર્માણ કર્યું

Military Satellite Tyche: આધુનિક યુગમાં દરેક દેશ આર્થિક અને સામાજિક ક્ષેત્ર ઉપરાંત યુદ્ધ ક્ષેત્રે મહારથ હાંસિલ કરવા માગે છે. ત્યારે વિવિધ આધુનિક હથિયારો તૈયાર કરવામાં આવે છે. જેના માધ્યમથી એક દેશ અન્ય દેશ પર યુદ્ધના સમયે વિજય હાંસલ કરી શકે છે. ત્યારે બ્રિટેને વિશ્વનો સૌ પ્રથમ મિલેટ્રી જાસૂસી Satellite ને લોન્ચ કર્યો છે. ત્યારે આ સેટેલાઈટને લોન્ચ કરવામાં Tesla અને X ના માલિક Elon Musk એ મદદ કરી છે.

Advertisement

Satellite ની કમાન બ્રિટેનના રક્ષા મંત્રાલાયના હાથમાં છે

બ્રિટેને અંતરિક્ષમાં મિલેટ્રી Satellite Tyche ને લોન્ચ કર્યું છે. બ્રિટેનના રક્ષા મંત્રાલયએ જણાવ્યું છે કે, આ Satellite Tyche એ બ્રિટેનની મિલેટ્રી માટે મદદ રૂપ સાબિત થશે. તે ઉપરાંત કુદરતી આફતો અને વૈશ્વિક આબોહવા પરિવર્તન વિશે પણ સચોટ માહિતી આપશે. આ Satellite Tyche આકાર એક વોશિંગ મશીન જેવો છે. આ સેટેલાઈટને બ્રિટેનની કંપની સરે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડ (SSTL) એ બનાવ્યું છે. ત્યારે આ Satellite Tyche ની કમાન બ્રિટેનના રક્ષા મંત્રાલાયના હાથમાં છે. જોકે આ પહેલીવાર થયું છે કે, બ્રિટેને અંતરિક્ષમાં Intelligence, Surveillance અને Reconnaissance માટે મિલેટ્રી સેટેલાઈટ તૈયાર કર્યું છે.

આ પણ વાંચો: 3000 વર્ષ જૂના ઈજિપ્તના મગરમચ્છને લઈ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો

Advertisement

Satellite Tyche નો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાશે

આ Satellite Tyche નું વજન 150 કિલોગ્રામ છે. Satellite Tyche નો આશરે 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાશે. ત્યારે 5 વર્ષ સુધી UK ની તમામ સેનાઓને વિવિધ મદદ મળી શકશે. Defence Procurement and Industry ના મંત્રી Maria Eagle એ જણાવ્યું છે કે, આ સેટેલાઈની મદદથી જરૂરી Intelligence મળી શકશે. તે ઉપરાંત સેનાના ગુપ્ત ઓપરેશનમાં મદદ મળશે. કારણ કે... આ સમયે જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે. તેથી આ અનિવાર્ય છે.

Advertisement

UK માં 100 વિવધ પ્રકારની રોજગારીનું નિર્માણ કર્યું

Satellite Tyche એ પણ સૂચવે છે કે, બ્રિટેન વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે અન્ય દેશ કરતા કેટલું આગળ છે. Satellite Tyche ને કારણે સંપૂર્ણ UK માં વિવિધ સુવિધાઓ તૈયાર કરાશે. Satellite Tyche ને કારણે UK માં 100 વિવધ પ્રકારની રોજગારીનું નિર્માણ કર્યું છે. યુકે સ્પેસ કમાન્ડર મેજર જનરલ પોલ ટેડમેને કહ્યું કે બ્રિટન માટે આ એક શાનદાર દિવસ છે. અમે હવે અમારા જાસૂસને અવકાશમાં મૂક્યા છે. આ આપણા દેશનું રક્ષણ કરશે.

આ પણ વાંચો: Israel એ ફરી Gaza પર કર્યો મોટો હુમલો, 19 લોકોના મોત, અમેરિકા પણ પરેશાન...

Tags :
Advertisement

.