Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-અમેરિકાના વચ્ચે મિલેટ્રી ડ્રિલથી ચીનના પેટમાં તેલ રેડયું, ઉઠાવ્યા સવાલ

ચીનની (China) સરહદથી માત્ર 100 કિમી દૂર ઉત્તરાખંડના ઔલીમાં ઓક્ટોબરમાં યોજાનારી ભારત-અમેરિકા (US-INDIA) મિલિટરી ડ્રિલના સમાચારથી ચીનના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ચીને હવે ભારત અને અમેરિકા વચ્ચેની સૈન્ય કવાયત સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે આમ કરવું સરહદ વિવાદના દ્વિપક્ષીય મામલામાં દખલ કરવા જેવું છે. ચીને કહ્યું કે જો LAC પર કોઈપણ પ્રકારની સૈન્ય કવાયત કરવામાં આવશે તો તે ભારત અને બેઈજિંગ વચ્ચેના કરà
ભારત અમેરિકાના વચ્ચે  મિલેટ્રી ડ્રિલથી  ચીનના પેટમાં તેલ રેડયું   ઉઠાવ્યા સવાલ
ચીનની (China) સરહદથી માત્ર 100 કિમી દૂર ઉત્તરાખંડના ઔલીમાં ઓક્ટોબરમાં યોજાનારી ભારત-અમેરિકા (US-INDIA) મિલિટરી ડ્રિલના સમાચારથી ચીનના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ચીને હવે ભારત અને અમેરિકા વચ્ચેની સૈન્ય કવાયત સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે આમ કરવું સરહદ વિવાદના દ્વિપક્ષીય મામલામાં દખલ કરવા જેવું છે. ચીને કહ્યું કે જો LAC પર કોઈપણ પ્રકારની સૈન્ય કવાયત કરવામાં આવશે તો તે ભારત અને બેઈજિંગ વચ્ચેના કરારનું ઉલ્લંઘન હશે. જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે થયેલી સમજૂતી મુજબ બંને દેશોની બોર્ડર પર કોઈ મિલિટરી ડ્રિલ કરી શકાતી નથી.
ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ તાન કેફેઈએ કહ્યું કે, અમે ભારત અને ચીનની સરહદ પર કોઈ ત્રીજા પક્ષની દખલગીરી સહન કરી શકીએ નહીં. તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં યોજાનારી સૈન્ય અભ્યાસ અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરમાં ભારત અને અમેરિકા ઉત્તરાખંડના ઔલીમાં સંયુક્ત કવાયત કરવા જઈ રહ્યા છે. જો આ કવાયત બંને દેશો વચ્ચે થાય છે, તો તે અમેરિકા અને ભારતની 18મી સૈન્ય કવાયત હશે.
ભારત અને અમેરિકા એવા સમયે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કવાયત કરવા જઈ રહ્યા છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને તણાવ વધી ગયો છે. સીમા વિવાદને જોતા બંને દેશોએ સરહદ પર મોટી સંખ્યામાં પોતાની સેના અને હથિયારો વધારી દીધા છે.તાન કેફેઈએ કહ્યું કે, ચીને હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે સંબંધિત દેશોના સૈન્ય સહયોગ, ખાસ કરીને સૈન્ય અભ્યાસ અને પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ પર, કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવું જોઈએ નહીં, પરંતુ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદ કરવી જોઈએ.
1993 અને 1996ના કરારનો ઉલ્લેખ
તાને કહ્યું કે ચીન-ભારત સરહદનો મુદ્દો બંને દેશો વચ્ચેનો મુદ્દો છે. તેમણે કહ્યું કે બંને પક્ષોએ તમામ સ્તરે અસરકારક સંવાદ જાળવી રાખ્યો છે અને દ્વિપક્ષીય વાતચીત દ્વારા પરિસ્થિતિનો યોગ્ય રીતે સામનો કરવા સંમત થયા છે. તેમણે ચીનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહ્યું હતું કે, 1993 અને 1996માં ચીન અને ભારત દ્વારા કરવામાં આવેલા સંબંધિત કરારોના પ્રકાશમાં, કોઈપણ પક્ષને એલએસીની નજીકના વિસ્તારોમાં બીજા વિરુદ્ધ સૈન્ય અભ્યાસ કરવાની મંજૂરી નથી.
Advertisement
Tags :
Advertisement

.