Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Udaipur Royal Family Dispute : વિશ્વરાજ સિંહ મેવાડે 5 લોકો સાથે ધૂણી દર્શન કર્યા

Udaipur સિટી પેલેસમાં એકલિંગજી મંદિર અને ધૂણી દર્શનને લઈને વિવાદ એકલિંગજી મંદિર અને ધૂણી દર્શનને લઈને વિવાદ બુધવારે ઉકેલાઈ ગયો વિશ્વરાજ સિંહ મેવાડે પાંચ લોકો સાથે ધૂણી દર્શન કર્યા ઉદયપુર (Udaipur) સિટી પેલેસમાં એકલિંગજી મંદિર અને ધૂણી દર્શનને લઈને...
udaipur royal family dispute   વિશ્વરાજ સિંહ મેવાડે 5 લોકો સાથે ધૂણી દર્શન કર્યા
Advertisement
  1. Udaipur સિટી પેલેસમાં એકલિંગજી મંદિર અને ધૂણી દર્શનને લઈને વિવાદ
  2. એકલિંગજી મંદિર અને ધૂણી દર્શનને લઈને વિવાદ બુધવારે ઉકેલાઈ ગયો
  3. વિશ્વરાજ સિંહ મેવાડે પાંચ લોકો સાથે ધૂણી દર્શન કર્યા

ઉદયપુર (Udaipur) સિટી પેલેસમાં એકલિંગજી મંદિર અને ધૂણી દર્શનને લઈને વિવાદ બુધવારે ઉકેલાઈ ગયો છે. કારણ કે, ઉદયપુર (Udaipur)ના પૂર્વ રાજવી પરિવાર (Royal Family)ના સભ્ય અને નાથદ્વારાના ધારાસભ્ય વિશ્વરાજ સિંહ મેવાડે સવારે એકલિંગજીના દર્શન કર્યા હતા, જ્યારે સાંજે તેમણે સિટી પેલેસમાં પાંચ લોકો સાથે ધૂણી દર્શન કર્યા હતા.

હકીકતમાં, મેવાડના પૂર્વ રાજવી પરિવાર (Royal Family)ના સભ્ય અને નાથદ્વારાના ધારાસભ્ય વિશ્વરાજ સિંહ મેવાડના પિતા મહેન્દ્ર સિંહ મેવાડનું 10 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ 25 નવેમ્બરે ચિત્તોડગઢના પ્રકાશ ફતેહ મહેલમાં રાજ્યાભિષેક સમારોહ યોજાયો હતો. આ પછી, પરંપરા અનુસાર, ઉદયપુર (Udaipur) સ્થિત સિટી પેલેસમાં એકલિંગજી મંદિર અને ધૂણી દર્શનને લઈને પૂર્વ રાજવી પરિવાર (Royal Family) વચ્ચે વિવાદ થયો હતો.

Advertisement

Advertisement

પાંચ લોકોએ ધૂણીના દર્શન કર્યા...

તમને જણાવી દઈએ કે, વિશ્વરાજ સિંહ મેવાડની સાથે સલમ્બરના દેવવ્રત સિહ રાવત, રણધીર સિંહ ભિંડર, બડી સદરી રાજ રાણા સહિત 5 લોકો ધૂણી જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પોલીસ અને વહીવટી અધિકરીઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન પોલીસ ફોર્સની તૈનાત સાથે સિટી પેલેસ તરફ જતા રસ્તા પર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, સિટી પેલેસમાં ધૂણીના દર્શન કર્યા બાદ વિશ્વરાજ સિંહ મેવાડ પોતાના સમર્થકો સાથે ખૂલ્લી જીપમાં સમોર બાગ પહોંચ્યો છે.

આ પણ વાંચો : એકનાથ શિંદેના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા, "CM પદને લઈને હવે બધું સ્પષ્ટ થઇ ગયું..."

સવારે એકલિંગજીના દર્શન કર્યા હતા...

આ પહેલા બુધવારે સવારે મેવાડના પૂર્વ રાજવી પરિવાર (Royal Family)ના સભ્ય વિશ્વરાજ સિંહ મેવાડ પરંપરા મુજબ એકલિંગજી મંદિર ગયા હતા. દર્શન બાદ વિશ્વરાજ સિંહ મેવાડ તેમના સમર્થકો સાથે રંગબેરંગી પાઘડી પહેરીને મંદિરની બહાર આવ્યા હતા, કારણ કે દર્શન સમયે પરંપરા મુજબ શોકમાં પાઘડી બદલવાની વિધિ મંદિરમાં થઇ હતી. અગાઉ તેમણે સફેદ પાઘડી પહેરી હતી, જે દર્શન બાદ રંગીન પાઘડીથી બદલવામાં આવી હતી. આ પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ધૂણીને જોવી એ વિશ્વાસની વાત છે, એકલિંગજી અને કાલિકા માના દર્શન કરીને આશીર્વાદ લીધા છે. જેથી કરીને હું મારી સામાજિક જવાબદારી નિભાવી શકું અને શહેરની સુધારણા માટે તમારી પાસે કોઈ સૂચનો હોય તો તે મને આપવા વિનંતી.

આ પણ વાંચો : તમે મંગળ પર જાઓ, ત્યાં ન તો EC છે કે ન તો EVM..., Sambit Patra એ મોજ લીધી?

ત્રણ દિવસ સુધી મડાગાંઠ હતી...

ઉલ્લેખનીય છે કે, 25 મી નવેમ્બરે મેવાડના પૂર્વ રાજવી પરિવાર (Royal Family)ના સભ્ય વિશ્વરાજ સિંહ મેવાડનો રાજ્યાભિષેક સમારોહ યોજાયો હતો. દસ્તૂર બાદ વિશ્વરાજ સિંહ મેવાડ એકલિંગજી મંદિર અને ધૂણી દર્શન માટે ઉદયપુર (Udaipur) જવા રવાના થયા હતા. આ પછી, સિટી પેલેસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેમને બહાર રોકી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન આ વિસ્તારમાં પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. આ પથ્થરમારામાં ઘણા લોકોની સાથે 3 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

આ પણ વાંચો : જો કેજરીવાલને કંઈ થયું તો BJP જવાબદાર, Delhi ના મંત્રીનો મોટો ધડાકો...

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
આંતરરાષ્ટ્રીય

Mark Carney: અમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના 24માં PM તરીકે લીધા શપથ

featured-img
રાષ્ટ્રીય

Golden Temple માં બે જૂથો વચ્ચે મારામારી,પાંચને ઈજા, એકની હાલત ગંભીર

featured-img
બિઝનેસ

Gold Price: ધુળેટીના દિવસે સોનામાં તેજીનો રંગ,ગોલ્ડનો ભાવ પહેલી વખત 88300 રૂપિયાને પાર

featured-img
વાયરલ & સોશિયલ

Viral video: નશામાં ધૂત યુવક બબાલ કરી તો રસ્તા પર લોકોએ બરાબરનો ધોયો, જુઓ Video

featured-img
ગુજરાત

Amreli Murder : લાઠીમાં પતિ રમ્યો લોહીની હોળી, ચારિત્ર પર શંકા રાખી પત્નીની કરી હત્યા

×

Live Tv

Trending News

.

×