Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફરી ભડક્યા ટ્રમ્પ, ધમકીના સ્વરમાં કહ્યું - મારી ધરપકડ થશે તો અમેરિકા સળગશે

હર હંમેશા વિવાદોથી ગેરાયેલા રહેતા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Former US President Donald Trump) એકવાર ફરી કઇંક એવું નિવેદન આપ્યું છે જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લી ધમકી (Open Threat) આપી છે. ટ્રમ્પે...
ફરી ભડક્યા ટ્રમ્પ  ધમકીના સ્વરમાં કહ્યું   મારી ધરપકડ થશે તો અમેરિકા સળગશે

હર હંમેશા વિવાદોથી ગેરાયેલા રહેતા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Former US President Donald Trump) એકવાર ફરી કઇંક એવું નિવેદન આપ્યું છે જેના કારણે તે ચર્ચામાં આવ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લી ધમકી (Open Threat) આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો તેમને ન્યૂયોર્ક જ્યુરી ( New York jury) એ જે સજા આપી છે જો તેમા તેમની સજારૂપે ધરપકડ કરવામાં આવશે તો સમગ્ર અમેરિકામાં આગ લાગી જશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે સજા સંભળાવ્યા બાદ જેલમાં કે નજરકેદમાં રહેવું તો ઠીક છે, પરંતુ તેમના ચાહકો અને સમર્થકો સજાનો અમલ થાય તે સહન નહીં કરે.

Advertisement

ટ્રમ્પે આપવામાં આવેલી સજા સામે અપીલ કરવાની પ્રતિજ્ઞા લીધી

અમેરિકન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પે તે વાતનો ખુલાસો નથી કર્યો કે જો આ બિંદુ સુધી પહોંચી જાય તો શું થશે. નવેમ્બરની ચૂંટણીમાં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ જો બાઈડેનનો સામનો કરવા માટે રિપબ્લિકન સમર્થકો ટ્રમ્પને તેમના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ઔપચારિક રીતે પસંદ કરવા માટે ભેગા થાય તેના ચાર દિવસ પહેલા તેમને 11 જુલાઈએ સજા સંભળાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે ફંડ એકઠું કરવા માટે મળેલી સજાનો લાભ ઉઠાવ્યો, પરંતુ આ સિવાય તેમણે પોતાના સમર્થકોને એકત્ર કરવાનો પ્રયાસ કર્યો નહીં. તેનાથી વિપરીત, તેમણે 2020 માં બાઈડેન સામેની તેમની હારનો વિરોધ કરતી ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ 6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ યુએસ કેપિટોલ પર તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે ન્યૂયોર્કની જ્યુરી દ્વારા આપવામાં આવેલી સજા સામે અપીલ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 2016ની ચૂંટણી પહેલા પોર્ન સ્ટારને ચૂપ કરવા માટે કરવામાં આવેલી ચૂકવણીને છુપાવવા માટે ખોટા દસ્તાવેજો સહિત 34 ગંભીર ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.

ટ્રમ્પ 34 કેસમાં દોષિત

ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક જ્યુરીના ચુકાદા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 2016 પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોં બંધ રાખવા માટે તેને સારી અને મોટી રકમ ચૂકવી હતી. આ ઉપરાંત, તે રકમ છુપાવવા માટે, ટ્રમ્પે હિસાબ અને હિસાબી ચોપડામાં ખોટા બનાવ્યા હતા. ન્યૂયોર્ક જ્યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પને આવા લગભગ 34 કેસમાં દોષિત ઠેરવ્યા છે. નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ મામલો ઉકેલાય તેવી શક્યતા નથી. ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે બાઈડેન અને ટ્રમ્પ વચ્ચે મજબૂત લડત જોવા મળશે. તેવી પણ આશંકાઓ છે કે, ટ્રમ્પને મળેલી સજાથી કેટલાક રિપબ્લિકન અને સ્વતંત્ર મતદાતાઓથી તેમને નુકસાન થઇ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર હજુ પણ ત્રણ અન્ય ફોજદારી કેસો ચાલી રહ્યા છે, જો કે ચૂંટણી પહેલા તેમના પર કેસ ચલાવવામાં આવે તેવી કોઇ શક્યતા નથી. તેમણે તમામ મામલામાં ખોટા કામનો ઇનકાર કર્યો છે અને આરોપોને લોકશાહી ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, તેમને ચૂંટણી લડતા રોકવા માટે આવું કરવામાં આવ્યું છે.

Advertisement

કોણ છે સ્ટોર્મી ડેનિયલ્સ જેના કારણે મુશ્કેલીમાં મુકાયા ટ્રમ્પ?

સ્ટોર્મી ડેનિયલ્સ વ્યવસાયે એડલ્ટ સ્ટાર છે, જેનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે. 1979માં લુઇસિયાનામાં જન્મેલી સ્ટોર્મી છેલ્લા 20 વર્ષથી એડલ્ટ ફિલ્મોમાં કામ કરી રહી છે. આ સિવાય તે ઘણી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. 2010 માં, સ્ટોર્મી ડેનિયલ્સે લુઇસિયાનાથી સેનેટ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ કોઈએ તેમના નિર્ણયને ગંભીરતાથી લીધો ન હતો, જેના પછી તેમણે પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું હતું. એડલ્ટ એક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલના અંગત જીવનની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 4 વખત લગ્ન કર્યા છે. તેને એક પુત્રી છે. એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે તેને યૌન શોષણની પીડા સહન કરવી પડી હતી.

અભિનેત્રીએ ટ્રમ્પ પર શું લગાવ્યો આરોપ?

સ્ટોર્મી ડેનિયલ્સે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે તે ચેરિટી ગોલ્ફ ટૂર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પને પહેલીવાર મળી હતી. તે સમયે બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે 2006માં ટ્રમ્પે તેને હોટલમાં બોલાવીને સંબંધ બાંધ્યા હતા. આ પછી ટ્રમ્પે આ સંબંધોની સચ્ચાઈને છુપાવવાની ધમકી આપી હતી. 2018માં જ્યારે આ ઈન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો ત્યારે ટ્રમ્પે અભિનેત્રીના આ આરોપોને નકારી કાઢ્યા હતા. હવે અભિનેત્રીએ ટ્રમ્પ સામે કેસ દાખલ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - Hush Money Case : અમેરિકામાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર, ડોનાલ્ડ ટ્રમ્પ 34 આરોપોમાં દોષિત જાહેર

આ પણ વાંચો - USA : આ પોર્નસ્ટારને લાગી રહ્યો છે ડર, જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો…

Tags :
Advertisement

.