ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના, માલગાડીએ પેસેન્જર ટ્રેનને મારી ટક્કર

Train accident : પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના (Major Train Accident) સર્જાઈ છે. અહીં પાછળથી ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેન (Kanchanganga Express Train) ને એક માલગાડી (Goods Train) એ ટક્કર મારી છે. NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીને પાર...
10:09 AM Jun 17, 2024 IST | Hardik Shah
Train accident in West Bengal

Train accident : પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના (Major Train Accident) સર્જાઈ છે. અહીં પાછળથી ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેન (Kanchanganga Express Train) ને એક માલગાડી (Goods Train) એ ટક્કર મારી છે. NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીને પાર કર્યા પછી રંગાપાની સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની છે, આ ઘટના બાદ ટ્રેનની પાછળની ત્રણ બોગીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.

રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોના મોત પણ થયા છે. રંગપાની અને નિજાબારી વચ્ચે કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બે પેસેન્જર બોગી અને એક પાર્સલ બોગીને નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થઈ શકે છે. ઘટનાસ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.

CM મમતા બેનર્જીએ કર્યું ટ્વીટ

આ ઘટના પર CM મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું છે. મમતાએ લખ્યું છે કે, દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને તે આઘાતમાં છે. જોકે વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો - Punjab Tractor Accident: ગેરકાયદેસર રીતે આયોજિત Tractor Race માં ગમખ્વાર અકસ્માત સર્જાયો, જુઓ વીડિયો

આ પણ વાંચો - UTTAR PRADESH : સિનેમાહૉલમાં એકાએક લાગી વિકરાળ આગ, થોડીક જ ક્ષણમાં બધુ બળીને થયુ ખાખ

Tags :
Accidentgoods train collides with passenger trainGujarat Firstmajor train accidenttrain accidentTrain accident in West Bengalwest bengal accidentwest bengal train accident
Next Article