Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વાહનચાલકો માટે ખાસ સૂચના! આવતીકાલથી આ રૂટ થશે બંધ, વાંચો સમગ્ર અહેવાલ

અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ બ્રિજથી ડાબી તરફ પલક ટી સ્ટોલ તરફ જઈ શકશે.
ahmedabad   વાહનચાલકો માટે ખાસ સૂચના  આવતીકાલથી આ રૂટ થશે બંધ  વાંચો સમગ્ર અહેવાલ
  1. Ahmedabad ગાંધી આશ્રમનાં નવીનીકરણ મામલે ટ્રાફિક પોલીસનું જાહેરનામું
  2. 9 નવેમ્બર રાતનાં 12 કલાકથી રૂટ બંધ કરવામાં આવશે
  3. સુભાષબ્રિજથી આશ્રમ રોડ સુધીનો રૂટ બંધ કરવા અંગે જાહેરનામું

અમદાવાદમાં (Ahmedabad) ગાંધીઆશ્રમનાં નવીનીકરણ મામલે ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ, 9 નવેમ્બરે રાતનાં 12 કલાકથી સુભાષબ્રિજથી (Subhash Bridge) આશ્રમ રોડ સુધીનો રોડ બંધ કરવામાં આવશે. વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ (Prabodh Rawal Circle) થઈ રાણીપ તરફ જઈ શકશે. જ્યારે અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ બ્રિજથી ડાબી તરફ પલક ટી સ્ટોલ તરફ જઈ શકશે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : ભ્રષ્ટ અધિકારીઓ સામે 'દાદા' સરકારની લાલ આંખ! વધુ 2 સરકારી કર્મીઓને ફરજિયાત નિવૃત્તિ

Advertisement

9 નવેમ્બર રાતનાં 12 કલાકથી રૂટ બંધ કરાશે

અમદાવાદમાં (Ahmedabad) ગાંધી આશ્રમનાં નવીનીકરણની (Gandhi Ashram Redevelopment Project) પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. વર્ષ 2026 સુધી માં આ કામગીરી પૂર્ણ થવાનાં અહેવાલ છે. ગાંધી આશ્રમનાં નવીનીકરણની કામગીરીને લઈ આવતીકાલથી એટલે કે 9 નવેમ્બર, 2024 થી સુભાષબ્રિજથી આશ્રમ રોડ સુધીનો રૂટ બંધ કરવા અંગે ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક પોલીસનાં આ જાહેરનામા મુજબ, વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ રાણીપ તરફ જઈ શકશે. જ્યારે અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ બ્રિજથી ડાબી તરફ પલક ટી સ્ટોલ તરફ જઈ શકશે.

આ પણ વાંચો - Gandhinagar : ભારતના પુશ અપ મેન રોહતાસ ચૌધરી 9 નવેમ્બરે પાકિસ્તાનનો રેકોર્ડ તોડશે

Advertisement

પ્રોડેક્ટ પાછળ કુલ રૂ. 1200 કરોડનો ખર્ચ થશે!

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોડેક્ટ પાછળ આંદાજે કુલ ખર્ચ 1200 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ હેઠળ આશ્રમનાં વિસ્તારને 5 એકરથી વધારીને 50 એકર સુધી કરાશે. સાથે આશ્રમનો વિસ્તાર સાઇલન્ટ ઝોન તરીકે જાહેર કરાશે. આ પ્રોજેક્ટ દરમિયાન 60 થી વધુ ઇમારતોનું રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 12 માર્ચ, 2024 નાં રોજ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પણ વાંચો - Jalaram Bapa Jayanti : રાજકોટમાં 225 કિલોની કેક કપાઈ, જામનગરમાં જ્ઞાતિ ભોજન, મેડિકલ કેમ્પનું આયોજન

Tags :
Advertisement

.