Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે PM મોદી કાકરાપાર ખાતે પ્રતિ યુનિટ 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા 2 યુનિટ દેશવાસીઓને કરશે સમર્પિત

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઈન્ડિયા લિમી. દ્વારા કાકરાપાર ખાતે નિર્મિત યુનિટ-૩ અને ૪ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશવાસીઓને સમર્પિત કરવામાં આવશે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ખાતેના અણુવિદ્યુત મથકમાં સ્વદેશી નિર્મિત 700-700 મેગાવોટના બે પાવર પ્લાન્ટ દેશવાસીઓને સમર્પિત કરાશે. યુનિટ...
11:19 AM Feb 22, 2024 IST | Hardik Shah

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઈન્ડિયા લિમી. દ્વારા કાકરાપાર ખાતે નિર્મિત યુનિટ-૩ અને ૪ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશવાસીઓને સમર્પિત કરવામાં આવશે. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ખાતેના અણુવિદ્યુત મથકમાં સ્વદેશી નિર્મિત 700-700 મેગાવોટના બે પાવર પ્લાન્ટ દેશવાસીઓને સમર્પિત કરાશે. યુનિટ 3 અને 4 સાથે કાકરાપાર અણુવિદ્યુત મથકની ક્ષમતા 1840 મેગાવોટની થઈ જશે.

પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રીએક્ટર (PHWR)પદ્ધતિના 2 યુનિટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક છે. યુનિટ-3 કાકરાપાર એટોમીક પાવર પ્રોજેક્ટ (KAPP-3 700 MWe) તા.30 ઓગષ્ટ 2023 થી કાર્યરત છે. અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થતુ આ યુનિટ 16 સ્વદેશી 700 મેગાવોટ PHWR ની શ્રેણીમાં સૌથી આગળ છે. જ્યારે તેનું ટ્વીન એકમ, KAPP-4 ટૂંક સમયમાં ગ્રીડ સાથે જોડાશે અને વીજળીનું ઉત્પાદન શરૂ કરશે.

વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અદ્યતન સલામતી સુવિધાઓ ધરાવતું આ પ્રથમ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) યુનિટ, ભારતીય વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય ઇજનેરો અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવાયેલી રિએક્ટરની ડિઝાઇન, બાંધકામ, અને સંચાલનની સાથે ભારતીય ઉદ્યોગો પાસેથી મેળવાયેલા સંશાધનો પુરવઠો અને અમલીકરણ એ ‘આત્મનિર્ભર ભારત’ની પરિકલ્પનાને સાકરિત કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ઉલ્લેખનીય છે કે, NPCIL હાલમાં 7480 મેગાવોટની કુલ ક્ષમતા સાથે 23 રિએક્ટર ચલાવે છે. વધુમાં, સ્વદેશી 700 મેગાવોટ PHWR ટેકનોલોજીના 15 રિએક્ટર અમલીકરણના વિવિધ તબક્કામાં છે. 1000 મેગાવોટની ક્ષમતાવાળા 4 લાઇટ વોટર રિએક્ટર (LWR) પણ કુડનકુલમ ખાતે રશિયન સહયોગથી નિર્માણાધીન છે. જે વર્ષ 2031-32 સુધીમાં ક્રમશઃ પૂર્ણ થવાની ધારણા છે. આ રિએક્ટરો હાલની સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને 7480 મેગાવોટથી વધારીને 22480 મેગાવોટ કરશે.

ન્યુક્લિયર પાવર એ 24*7 ઉપલબ્ધ બેઝ લોડ વીજળી ઉત્પાદનનો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ સ્ત્રોત છે. પરમાણુ પાવર પ્લાન્ટ્સે અત્યાર સુધી દેશમાં આશરે 748 મિલિયન ટન કાર્બન-ડાઈ-ઓક્સાઇડ સમકક્ષ ઉત્સર્જન ઘટાડીને લગભગ 870 બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી છે. વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવામાં પરમાણુ ઉર્જા મહત્વની ભૂમિકા ભજવશે.

KAPP-3 અને 4 તેની પૂર્ણતા પર દર વર્ષે લગભગ 10.4 બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરશે (85% ના PLF પર). વધુમાં, સ્ટેશન દ્વારા સ્થાનિક લોકો માટે રોજગાર (પ્રત્યક્ષ અને પરોક્ષ) અને મોટા વેપારની તકો ઉભી થશે. તે આર્થિક પ્રવૃત્તિમાં વધારો કરશે અને વિદ્યુત ક્ષેત્રને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે.

અહેવાલ - અક્ષય ભડાને

આ પણ વાંચો - PM મોદી આજે GCMMF ની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે, ખેડૂતોને આપશે આ ભેટ

આ પણ વાંચો - PM મોદી આજે 1800 કિમીની હવાઈ મુસાફરી કરશે, જાણો આજનો કાર્યક્રમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
apacity of 700 MW per unitdedicate 2 unitsGujaratGujarat FirstGujarat NewsKakraparpm modipm narendra modi
Next Article