Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેલુગુ સિનેમાને વિશ્વફલક સુધી પહોંચાડનાર મહાનાયક 'પ્રભાસ' નો આજે જન્મદિવસ, જાણો તેમના જીવનના રોચક કિસ્સાઓ વિશે

પ્રભાસ સાઉથ સિનેમાના એવા સુપર સ્ટાર છે, જેમને આજે કોઈ ઓળખની જરૂર નથી. પ્રભાસ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ ઉત્તરમાં પણ ભારે પ્રચલિત નામ છે, જેમના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તેલુગુ ફિલ્મ ઇંડસ્ટ્રીની સાથે સાથે પ્રભાસ બોલીવૂડના હિન્દી સિનેમા જગતમાં...
તેલુગુ સિનેમાને વિશ્વફલક સુધી પહોંચાડનાર મહાનાયક  પ્રભાસ  નો આજે જન્મદિવસ  જાણો તેમના જીવનના રોચક કિસ્સાઓ વિશે

પ્રભાસ સાઉથ સિનેમાના એવા સુપર સ્ટાર છે, જેમને આજે કોઈ ઓળખની જરૂર નથી. પ્રભાસ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ ઉત્તરમાં પણ ભારે પ્રચલિત નામ છે, જેમના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તેલુગુ ફિલ્મ ઇંડસ્ટ્રીની સાથે સાથે પ્રભાસ બોલીવૂડના હિન્દી સિનેમા જગતમાં પણ પ્રભાસ પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહ્યા છે. પ્રભાસે તેની કારકિર્દીમાં બાહુબલી જેવી શાનદાર બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, જેને દર્શકો ભાગ્યે જ ભૂલી શકે છે.

Advertisement

આજે અભિનેતા તેનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પ્રભાસે તેની ફિલ્મ બાહુબલીના માધ્યમથી ભારતમાં પેન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. પ્રભાસના ચાહકો તેમના એટલા દિવાના છે કે જ્યારે પણ તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે આખું શહેર શણગારવામાં આવે છે અને જાણે કોઈ તહેવાર હોય તેવી રીતે ઉત્સવ મનાવાય છે. તો ચાલો અમે તમને પ્રભાસના જન્મદિવસના ખાસ અવસર પર તેમના જીવનને લગતી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

તેલુગુ સિનેમાને વૈશ્વિક સ્તરે પહોંચાડનાર "મહાનાયક" છે પ્રભાસ 

Advertisement

Advertisement

પ્રભાસ માત્ર એક સિનેમા આઇકોન નથી પરંતુ તે એક ઉદારતાનું પ્રતીક છે અને તેમના ચાહકોના હૃદયમાં તે એક ખાસ સ્થાન ધરાવે છે, એટલા માટે જ લોકોએ તેમનું સંબોધન ડાર્લિગ જેવા હુલામણા નામથી કરે છે. તેલુગુ સિનેમામાં 'યંગ રિબેલ સ્ટાર'ના ટેગ મેળવવાથી લઈને આખરે વૈશ્વિક સ્તર ઉપર નામના મેળવવા સુધી, પ્રભાસે તેની કારકિર્દીમાં ઘણી ઉંચાઈઓ જોઈ છે. તેલુગુ સિનેમાના 100 વર્ષના ઈતિહાસમાં તમામ કલાકારોએ પોતાની આગવી છાપ છોડી છે, પરંતુ પ્રભાસે માત્ર પોતાની છાપ છોડી જ નહીં પરંતુ તેલુગુ સિનેમાને ભારતીય સ્તરે ઉન્નત કરીને તેમનો વારસો અમર બનાવી દીધો છે.

સાઉથનીં ફિલ્મોનો ક્રેજ ભારત ભરમાં હમેશા થી જ રહ્યો છે, પરંતુ પહેલાના સમયમાં દક્ષિણ ભારતની ફિલ્મોની મર્યાદા ઉત્તર ભારતમાં ફક્ત ટેલિવિજન પૂરતી જ સીમિત હતી. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોના હિન્દીમાં ડબ્ડ કરાયેલા વર્જન ટીવી અને યૂટ્યૂબ ઉપર જ મોટાભાગે પ્રચલિત હતા. પરંતુ વર્ષ 2015 માં આવેલી ફિલ્મ બાહુબલી એ તો સિનેમા જગતનું આખું ચિત્ર જ બદલી નાખ્યું. પ્રભાસની ફિલ્મ બાહુબલી હિન્દી ભાષામાં ડબ કરવામાં આવી હતી અને સમગ્ર ભારતના સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ આવતાની સાથે જ દક્ષિણ ભારતની સાથે સાથે ઉત્તર ભારતમાં પણ ચર્ચાનો વિષય બની હતી. બાહુબલી ફિલ્મ ખરા અર્થમાં પેન ઈન્ડિયામાં પોતાની છાપ છોડવામાં સફળ રહી હતી. આ ફિલ્મ બાદ જ દક્ષિણ ભારતની ફિલ્મોનો મોભો સમગ્ર ભારતમાં ફેલાયો હતો.

આ છે પ્રભાસનું અસલી નામ

પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબર 1979ના રોજ મદ્રાસ, તમિલનાડુમાં થયો હતો. પ્રભાસનું પૂરું નામ ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે, જે દક્ષિણના લોકપ્રિય નિર્માતા ઉપ્પલાપતિ સૂર્ય નારાયણના પુત્ર છે. પ્રભાસ ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતો હોય પરંતુ તેમ છતાં તે ક્યારેય હીરો બનવા માંગતો ન હતા. ખરેખરમાં તો પ્રભાસ ખાવા-પીવાના શોખીન છે, તેથી તેઓ ઈચ્છતા હતા કે તે હોટલનો બિઝનેસ કરે. પરંતુ તેના પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે પ્રભાસ ફિલ્મી દુનિયામાં તેની કારકિર્દી બનાવે.

પરિવારના દબાણમાં કરી હતી પહેલી ફિલ્મ

પ્રભાસના કાકા એક ફિલ્મ બનાવી રહ્યા હતા, તેમણે પ્રભાસના જીવન જેવું જ એક પાત્ર લખ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે પ્રભાસ આ ફિલ્મ કરે, પરંતુ ત્યારે પ્રભાસ ના પાડી દીધી હતી. આખરે, તેના પરિવારના દબાણને કારણે પ્રભાસે આ ફિલ્મ માટે હા પાડવી પડી હતી. જો કે આ ફિલ્મથી તેમને વધારે સફળતા મળી ન હતી, પરંતુ આ પછી તે 2004માં ફિલ્મ વર્ષમમાં દેખાયો, આ ફિલ્મે તેમને સાચી ઓળખ આપી હતી. આ પછી અભિનેતાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

જ્યારે 6000 છોકરીઓએ કર્યો લગ્ન માટે પ્રપોઝ

પ્રભાસની ફિલ્મ બાહુબલી તેની કારકિર્દીની 18મી ફિલ્મ હતી. બાહુબલી ફિલ્મથી સમગ્ર ભારતનો સ્ટાર બન્યા બાદ પ્રભાસની ફેન ફોલોઈંગ અનેક ગણી વધી ગઈ હતી. આ ફિલ્મ પછી 6 હજાર છોકરીઓએ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

જાપાન, ચીન, સિંગાપોર અને UK જેવા દેશોમાં પણ છે ચાહકો 

પ્રભાસનો ક્રેજ  માત્ર ભારતમાં જ નહીં પણ જાપાન, ચીન, મલેશિયા, સિંગાપોર અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં પણ મોટો ચાહકો છે. પ્રભાસ પ્રથમ દક્ષિણ ભારતીય સેલિબ્રિટી છે જેમની મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણની આકૃતિ મૂકવામાં આવી હતી. આ સાથે પ્રભાસે છેલ્લા 20 વર્ષો દરમિયાન અસંખ્ય લોક સેવા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. વધુમાં પૂર અને કોવિડ જેવી પરિસ્થિતિમાં પણ તેમણે લોકોને મોટી મદદ પૂરી પાડી છે.

પ્રભાસની જંગી ફિલ્મોગ્રાફી જોતાં, તે ભારતીય સિનેમામાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરશે તે અનુમાન લગાવવું સરળ છે. સલાર ભાગ 1: પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત અને હોમ્બલે ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં રાહ જોવાઈ રહી છે. ઉપરાંત પ્રભાસની આવનારી ફિલ્મ કલ્કી 2898 એડી જે 600 કરોડ જેટલા મોટા બજેટમાં બનેલ છે અને ' કબીર સિંગ' ફેમ સંદીપ રેડ્ડી વાંગા સાથેની સ્પિરિટની પણ દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો -- શૈલેન્દ્ર-એક અમર ગીતકાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.