આ રાજ્યમાં સિગારેટ અને તમાકુંના સેવન ઉપર લગાવી રોક, ઉલ્લંઘનકર્તા વિરુદ્ધ....
- સિગરેટ અને તમાકુંનું સેવન કરવા ઉપર રોક લગાવી છે
- સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જાહેર કરાયો છે
- આ પ્રકારના ઉત્પાદનોનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત
Tobacco Ban in Government Offices : તાજેતરમાં એક રાજ્યમાં સરકારી કાર્યાલયમાં cigarettes અને તમાકુંના સેવન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ આદેશ Karnataka સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ નિયમનું ઉલ્લંઘન કરવા ઉપર જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. તે ઉપરાંત આ અંગે સરકારી ઓફિસમાં સૂચન બોર્ડ પણ લગાવવામાં આવશે. ત્યારે Karnataka સરકારે સરકારીમાં કોઈપણ સરકારી કર્મચારી અને વ્યક્તિને cigarettes અને તમાકુંનું સેવન કરવા ઉપર રોક લગાવી છે.
સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જાહેર કરાયો છે
Karnataka માં કર્મચારી અને વહીવટી સુધારણા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, આ નિયમનું ઉલ્લંઘન કરતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદાકીય રીતે પગલા લેવામાં આવશે. કારણ કે... Karnataka સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, સરકારી ઓફીસમાં સિગરેટ અને તમાકું જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારી કર્મચારી અને સરકારી ઓફિસમાં આવતા વ્યક્તિઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જાહેર કરાયો છે.
આ પણ વાંચો: હાથ જોડીને અને શીશ નમન સાથે તમામની માફી માગતા DY Chandrachud એ...
આ પ્રકારના ઉત્પાદનોનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત
કર્મચારી અને વહીવટી સુધારણા વિભાગ દ્વારા જારી કરાયેલા પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સિગારેટ અને અન્ય ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003 હેઠળ જાહેર વિસ્તારોમાં આ પ્રકારના ઉત્પાદનોનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. કર્ણાટક રાજ્ય સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2021 ના નિયમ-31 જાહેર સ્થળે કોઈપણ નશાકારક પીણા અથવા માદક પદાર્થના સેવન પર પણ પ્રતિબંધ મૂકે છે.
આ પણ વાંચો: DY Chandrachud એ પોતાના યુવા દેખાવા પાછળનું કારણ વકીલોને જણાવ્યું!