Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tiranga Yatra : અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, અમિત શાહે લોકોને કરી આ ખાસ અપીલ

અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં 'હર ઘર તિરંગા' અભિયાને યુવાઓમાં ઉર્જા ભરીઃ અમિત શાહ વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે: CM સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા રાજ્યનાં ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા...
tiranga yatra   અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ  અમિત શાહે લોકોને કરી આ ખાસ અપીલ
  1. અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
  2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં
  3. 'હર ઘર તિરંગા' અભિયાને યુવાઓમાં ઉર્જા ભરીઃ અમિત શાહ
  4. વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે: CM

સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા રાજ્યનાં ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે અમદાવાદમાં (Ahmedabad) ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહ્યાં

શહેરનાં પૂર્વ વિસ્તારમાં આજે વિરાટનગરથી (Viratnagar) લઈને નિકોલ ખોડિયાર મંદિર સુધી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા (Tiranga Yatra) યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિત અન્ય નેતાઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તિરંગા યાત્રાને પગલે રૂટ પરનાં ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ફુવારા સર્કલ થઈ ઓઢવ (Odhav) રિંગ રોડ તરફ જતો તથા ઓઢવ રિંગ રોડ તરફથી ફૂવારા સર્કલ તરફ આવતો પૂર્વથી પશ્ચિમ તરફનો 300 મીટર જેટલો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

'તિરંગા અભિયાન' વિકસિત ભારતનું પ્રતિક છે : અમિત શાહ

શહેરના પૂર્વ વિસ્તારમાં યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં (Tiranga Yatra) માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દરમિયાન, 'ભારત માતા કી જય'ના નાદથી અમદાવાદ ગૂંજ્યું ઊઠ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનમેદનીને સંબોધિ કહ્યું હતું કે, આપણે 15 ઓગસ્ટે 78 માં વર્ષમાં પ્રવેશ કરીશું. PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav) ની શરૂઆત કરી હતી. જ્યારે 'તિરંગા અભિયાન' વિકસિત ભારતનું પ્રતિક છે. તેમણે કહ્યું કે, 'હર ઘર તિરંગા અભિયાને' યુવાઓમાં ઊર્જા ભરી છે. 15મી ઓગસ્ટે દરેક ઘર અને હાથમાં તિરંગો હોવો જોઈએ. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વિકસિત ભારત માટે આપણે કર્તવ્યબદ્ધ થવાનું છે. PM નરેન્દ્ર મોદીએ 'હર ઘર તિરંગા યાત્રા'ને (Har Ghar Tiranga) પ્રેરણા આપી છે. તિરંગાયાત્રા થકી દેશને વિકાસ પથ પર લઈ જવાનો છે.

Advertisement

આ પણ વાંચો - Gift : મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્ય સરકારના કર્મચારીઓ ઝૂમી ઉઠ્યા...

1000 થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિને પગલે તિરંગા યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રૂટ પર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોવાથી ક્યાંય પણ ભીડભાડ ન થાય તેને ધ્યાનમાં રાખી 1000 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. આ તિરંગાયાત્રા (Tiranga Yatra) વિરાટનગર (Viratnagar) પૂર્વ ઝોનની ઓફિસથી કેનાલ થઈને ખોડિયાર નિકોલ (Nikol) મંદિર સુધીનાં રોડ વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Vande Metro Train : ગુજરાતીઓ આનંદો... હવે પટરી પર જલદી દોડશે વંદે મેટ્રો ટ્રેન, જાણો તેના અંગે

Tags :
Advertisement

.