ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maulana : હેટ સ્પીચ કેસ બાદ જૂનાગઢમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Maulana : જુનાગઢમાં (Junagadh) ભડકાઉ ભાષણ (Hate Speech) આપવા મામલે ગુજરાત એટીએસએ (Gujarat ATS) ગઈકાલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) અટકાયત કરી હતી. મુંબઈ પોલીસે મૌલના અને અન્ય બે લોકો વિરુદ્ધ IPC ની કલમ 153...
05:35 PM Feb 05, 2024 IST | Vipul Pandya
junagadh_hate_speech_case

Maulana : જુનાગઢમાં (Junagadh) ભડકાઉ ભાષણ (Hate Speech) આપવા મામલે ગુજરાત એટીએસએ (Gujarat ATS) ગઈકાલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) અટકાયત કરી હતી. મુંબઈ પોલીસે મૌલના અને અન્ય બે લોકો વિરુદ્ધ IPC ની કલમ 153 (C), 505 (2), 188 અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે. સલમાન અઝહરીને અગાઉ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈથી અમદાવાદ લવાયા બાદ બપોરે પોલીસ જૂનાગઢ આવવા રવાના થઇ છે.

જૂનાગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મૌલવીને જ્યારે ઘાટકોપર પોલીસમાં લવાયો ત્યારે પોલીસ સ્ટેશન બહાર હજારો લોકોનું ટોળઉ એકત્ર થઇ ગયું હતું જેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ દ્વારા પણ જૂનાગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જૂનાગઢમાં 3 DYSP, 8 PI, 55 PSI સહિત કુલ 300 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવાયો છે. જૂનાગઢમાં મજેવડી ગેટથી લઇ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
જૂનાગઢ પોલીસની ગર્વ ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ છે. જૂનાગઢમાં એસપી હર્ષદ મહેતા દ્વારા સુરક્ષાને લઈ વોચ રાખવામાં આવી રહી છે.
મૌલાના સલમાન અઝહરીને ગામે ત્યારે જુનાગઢ લાવવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. આ કેસમાં મહમદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાને પણ પોલીસે ઝડપી પાડયા છે. ઉલ્લેખનિય છે કે નશા મુક્તિના નામે સભાને એકત્રિત કરવામાં આવી હતી.

કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી?

મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને ઇસ્લામિક રિસર્ચ સ્કોલર તરીકે રજૂ કરે છે. સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમાનના સ્થાપક છે. એવું કહેવાય છે કે તેમણે કૈરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. મૌલાના મુફ્તી અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા જોવા મળે છે. ખાસ કરીને યુવા મુસ્લિમ સમુદાય તેમને ખૂબ પસંદ કરે છે. તે ઇસ્લામિક વિદ્યાર્થીઓની ઘણી મુલાકાત લે છે. આ દરમિયાન તેઓ પોતાના ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ઘણી વખત ચર્ચામાં રહ્યા હતા. જોકે, આ વખતે ગુજરાતમાં આપેલું તેમનું ભાષણ વધુ ઉશ્કેરણીજનક હતું, જેના કારણે હોબાળો થયો હતો.

આ પણ વાંચો---JUNAGADH : મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ અંગે સંતો, મહંતો અને નેતાઓની પ્રતિક્રિયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat ATSGujarat FirstGujarat PoliceHate Speech CaseJunagadhJunagadh PoliceMaulana Mufti Salman Azhari. police arrangement
Next Article