Tiger Reserves માં યુપીના ધારાસભ્યના કાફલાએ કાયદાના લીરા ઉડાડ્યા
- આ Video પીલીભીત Tiger Reserves ની અંદરનો છે
- કર્મચારી કે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે
- Tiger Reserves ના ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું
Sanjay Singh Gangwar Viral Video : UP સરકારના મંત્રી અને પીલીભીતના ધારાસભ્ય Sanjay Singh Gangwar નો કાફલો પીલીભીત Tiger Reserves ની અંદર મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન જંગલના નિયમોનો ભંગ કરતા અનેક વાહનો અને પોલીસના વાહનો કાફલામાં જોવા મળ્યા હતા. આ ઘટનાનો Video સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે 7 ડિસેમ્બરનો હોવાનું કહેવાય છે.
Tiger Reserves ના ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું
એક અહેવાલ અનુસાર, પીલીભીતમાં હાલમાં એક Video વાયરલ થઈ રહ્યો છે. આ Video પીલીભીત Tiger Reserves ની અંદરનો છે. આ કાફલાની આગળ પોલીસની ગાડીઓ પુરપાટે જઈ રહી છે. આ કાફલો પીલીભીતના ધારાસભ્ય અને UP સરકારમાં મંત્રી Sanjay Singh Gangwar નો છે. ડોકે પીલીભીત Tiger Reserves ના નિયમો અનુસાર કાફલા સાથે જંગલની અંદર પ્રવેશની મંજૂરી નથી. પરંતુ વાયરલ Videoમાં મંત્રીનો કાફલો જંગલની અંદર ફરતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન Tiger Reserves ના ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
जंगल के अपने नियम होते हैं!! लेकिन UP सरकार में राज्यमंत्री संजय गंगवार को इससे कोई फ़र्क़ नहीं पड़ता,आरोप लगा है कि मंत्री जी ने वन विभाग के नियमों का मख़ौल उड़ाया,पीलीभीत टाइगर रिजर्व के भीतर अपनी स्कॉट के साथ गाड़ियों के काफिले से हूटर बजाते जंगल में घूमे,वीडियो हुआ वायरल!! pic.twitter.com/QYWS9keGky
— Ratish Trivedi/रतीश त्रिवेदी (@RatishShivam) December 8, 2024
આ પણ વાંચો: Shambhu border પર અનેક કિસાનો ઘાયલ હોવાથી થયા પીછેહઠ, પરંતુ....
કર્મચારી કે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે
પીલીભીત Tiger Reserves ના ડીએફઓ મનીષ સિંહે કહ્યું છે કે અમે આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે. આ મામલે UP સરકારના વન મંત્રી અરુણ સક્સેનાએ કહ્યું કે આ ઘટનાને લઈ મારી પાસે કોઈ માહિતી નથી. પરંતુ જો આવું થયું હોય તો તે ખોટું છે. જે પણ દોષિત જણાશે કર્મચારી કે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે મંત્રી Sanjay Singh Gangwar નો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો.
આ પણ વાંચો: Samajwadi party એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે : Aditya Thackeray